Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિષ્ક્રિય યુપીઆઈ બંધ થશેઃ મિનિમમ બેલેન્સના બેન્કીંગ નિયમોમાં ફેરફાર
નવીદિલ્હી તા. ૨૯: નવા નાણાંકીય વર્ષે પહેલી એપ્રિલે કેટલાક મહત્ત્વપૂર્ણ બદલાવ થવા જઈ રહ્યા છે, જેમાં બેન્કીંગ, એલપીજી, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ એકાઉન્ટ વગેરેનો સમાવેશ થાય છે.
માર્ચ મહિનો પૂરો થઈ જવા રહૃાો છે અને નવા ટેક્સ યરની શરૂઆત થવા જઈ રહી છે. દર મહિનાની જેમ ૧ એપ્રિલ ૨૦૨૫ પણ ઘણાં મોટા ફેરફારો સાથે શરૂ થવા જઈ રહૃાું છે. આ ફેરફારોની અસર તમારા રસોડામાં વપરાતા એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને તમારા બેંક ખાતા સુધી જોવા મળશે. બીજી તરફ જો તમે એબીઆઈ સહિત અન્ય કોઈપણ બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તેનાથી સંબંધિત નિયમો પણ ફેરફાર થવા જઈ રહૃાો છે. ચાલો ૧ એપ્રિલથી અમલમાં આવી રહેલા આ મોટા ફેરફારો વિશે વિગતવાર જાણીએ.
દર મહિનાની પહેલી તારીખે ઓઈલ એન્ડ ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે અને ૧ એપ્રિલ ૨૦૨૫ના રોજ પણ તેમાં ફેરફાર જોવા મળી શકે છે. છેલ્લા કેટલાક સમયમાં જ્યાં ૧૯ કિલોગ્રામ વાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો-ઘટાડો જોવા મળ્યો છે, તો બીજી તરફ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી સમાન રહૃાા છે. આવી સ્થિતિમાં નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે લોકોને ૧૪ કિલોગ્રામ વાળા સિલિન્ડરના ભાવમાં રાહતદાયક ફેરફારની આશા છે.
આ ઉપરાંત સીએનજી-એલપીજીના ભાવ ઉપરાંત એર ટર્બાઈન ફ્યુઅલ એટલે કે એટીએફના ભાવમાં પણ સુધારો કરવામાં આવ્યો છે અને ૧ એપ્રિલ ૨૦૨૫ના રોજ તેમાં ફેરફાર જોવા મળી શકે છે. સીએનજીના ભાવમાં ઉતાર-ચઢાવથી જ્યાં તમારા વાહન પર થતાં ખર્ચમાં વધારો અથવા અથવા રાહત મળશે, તો બીજી તરફ એટીએફના ભાવમાં વધારાથી હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે.
૧ એપ્રિલ ૨૦૨૫થી ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થઈ રહૃાો છે, જે તેના પર મળતા રિવોર્ડથી લઈને અન્ય સુવિધાઓને અસર કરશે. એક તરફ જ્યાં એસબીઆઈ પોતાના સીમ્પલી કલીક ક્રેડિટ કાર્ડ પર સ્વીગી રિવોર્ડ્સને ૫ ગણાથી ઘટાડીને અડધા કરી દેશે. તો બીજી તરફ એર ઈન્ડિયા સિગ્નેચર પોઈન્ટ્સને ૩૦ થી ઘટાડીને ૧૦ કરી દેવામાં આવશે. આ ઉપરાંત આઈડીએફસી ફર્સ્ટ બેંક ક્લબ વિસ્તારા માઈલસ્ટોનના લાભો બંધ કરવા જઈ રહી છે.
પહેલી એપ્રિલથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બેંક સહિત ઘણી બેંકો ગ્રાહકોના બચત ખાતામાં મિનિમમ બેલેન્સ સંબંધિત નિયમોમાં સુધારો કરવા જઈ રહી છે. બેંક ખાતાધારકના મિનિમમ બેલેન્સ માટે સેક્ટર વાઈસ આધાર પર નવી લિમિટ નક્કી થશે અને મિનિમમ બેલેન્સ ન હોવાની સ્થિતિમાં ફાઈન લગાવવામાં આવી શકે છે
૧ એપ્રિલથી આગામી ફેરફાર યુપીઆઈ સંબંધિત છે અને જે મોબાઈલ નંબરો સાથે જોડાયેલા યુપીઆઈ એકાઉન્ટ્સ લાંબા સમયથી એક્ટિવ નથી તેને બેંક રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવશે. જો તમારો ફોન નંબર યુપીઆઈ એપ સાથે લિંક થયેલો છે અને તમે લાંબા સમયથી તેનો ઉપયોગ નથી કર્યો, તો તેની સેવાઓ બંધ કરવામાં આવી શકે છે.
બજેટ ૨૦૨૫માં સરકારે મધ્યમ વર્ગને રાહત આપવા માટે ઘણી મોટી જાહેરાતો કરી હતી, જેમાં ટેક્સ સ્લેબમાં ફેરફારથી લઈને ટીડીએસ, ટેક્સ રિબેટ અને અન્ય બાબતો સામેલ હતી. બીજી તરફ જૂના ઈન્કમટેક્સ એક્ટ ૧૯૬૧ના સ્થાને નવા ઈન્કમ ટેક્સ બિલ પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. આ બધા ફેરફારો ૧ એપ્રિલ ૨૦૨૫થી અમલમાં આવવાના છે.
નવા ટેક્સ સ્લેબ હેઠળ વાર્ષિક ૧૨ લાખ રૂપિયા સુધીની કમાણી કરનારા વ્યક્તિઓને ટેક્સ ચૂકવવામાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત પગારદાર કર્મચારીઓ ૭૫,૦૦૦ રૂપિયાના સ્ટેન્ડર્ડ ડિડક્શન માટે પાત્ર રહેશે. આનો અર્થ એ થયો કે ૧૨.૭૫ લાખ રૂપિયા સુધીની પગારની આવક હવે કરમુક્ત થઈ શકે છે. જોકે, આ છૂટ માત્ર એ લોકો પર જ લાગુ પડે છે જેઓ નવો ટેક્સ વિકલ્પ પસંદ કરે છે.
આ ઉપરાંત ટેક્સ ડિડક્શન એટ સોર્સ (ટીડીએસ) નિયમો પણ અપડેટ કરવામાં આવ્યા છે, જેમાં બિનજરૂરી કપાત ઘટાડવા અને ટેક્સપેયર્સ માટે કેશ ફ્લોમાં સુધારો કરવા માટે વિવિધ વિભાગોમાં મર્યાદા વધારવામાં આવી છે. ઉદાહરણ તરીકે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ આવક પર ટીડીએસ મર્યાદા બમણી કરીને ૧ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે, જેનાથી વૃદ્ધો માટે નાણાકીય સુરક્ષા વધી ગઈ છે. બીજી તરફ ભાડાની આવક પર છૂટની મર્યાદા વધારીને ૬ લાખ રૂપિયા વાર્ષિક કરી દેવામાં આવી છે, જેનાથી મકાનમાલિકો પરનો બોજ હળવો થઈ ગયો છે અને શહેરી વિસ્તારોમાં ભાડાના બજારને વેગ મળી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial