Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાઈકોર્ટમાં અરજી પછી સુપ્રિમમાં કરાઈ હતી અરજીઃ
જામનગર તા.૨૯ : જામનગરમાં સમૂહલગ્નના એક કાર્યક્રમમાં હાજર કોંગ્રેસના રાજયસભાના સાંસદ સહિતના વ્યક્તિઓ સામે દેશની એકતા જોખમાય તે પ્રકારનો વીડિયો વાયરલ થયો હતો તેનો ગુન્હો નોંધાયો હતો. આ ફરિયાદ રદ્દ કરવાનો દેશની સર્વોચ્ચ અદાલતે આદેશ કર્યાે છે.
જામનગરમાં થોડા મહિના પહેલાં મુસ્લિમ સમાજના સમૂહ લગ્નનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢી ઉપસ્થિત રહ્યા હતા તે કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે વીડિયોમાં ઓડિયો ક્લિપ જોડવામાં આવી હતી. તેના આધારે જામનગરના કિસાન નંદા નામના આસામીએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કવિતાના શબ્દો વિવાદી ગણાવી ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ આરંભી હતી. તે ફરિયાદ રદ્દ કરાવવા માટે સાંસદ ઈમરાન પ્રતાપગઢી એ હાઈકોર્ટમાં અરજી કરતા તે અરજી રદ્દ થઈ હતી. તેથી સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તેની સુનાવણી થયા પછી સુપ્રિમ કોર્ટે આ ફરિયાદ રદ્દ કરવાનો હુકમ કર્યાે છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે, કવિતા, કલા અને વ્યંગ જીવનને સમૃદ્ધ બનાવે છે, સ્વતંત્રતાની અભિવ્યક્તિ સમાજ માટે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial