Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકી જિયોલોજિકલ સર્વેના મંતવ્ય મુજબ મ્યાનમારમાં મૃતાંક દસ હજારે પહોંચી શકે છેઃ ભારત સહિત વિદેશી મદદની સરવાણી
નવી દિલ્હી તા. ૨૯: મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભયાનક ભૂકંપે વિનાશ વેર્યો છે. ભૂકંપથી મૃત્યુનો આંકડો ૧૦૦૦ને આંબી ગયો છે અને સતત વધી રહ્યો છે. અઢી હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ આંકડાઓ હજુ વધી શકે છે. સેંકડો ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે અને ચારે તરફ તબાહી અને અફરાતફરી જોવા મળી રહી છે.
શુક્રવારે ૭.૭ની તીવ્રતાના ભૂકંપે મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભારે વિનાશ સર્જ્યો હતો. મ્યાનમારમાં ભૂકંપના કારણે મૃતાંક વધીને ૭૦૪ થયો છે અને ઘાયલોની સંખ્યા ૧,૬૭૦ થઈ ગઈ છે. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણે કહૃાું છે કે મૃત્યુઆંક ૧૦,૦૦૦ સુધી પહોંચી શકે છે. સતત ભૂકંપના આંચકા હજુ પણ અનુભવાઈ રહૃાા છે, જેનાથી લોકો ડરી રહૃાા છે. બન્ને દેશોના મળીને અત્યાર સુધીમાં ૧૦૦૦ (એક હજાર)થી વધુના મૃત્યુના અહેવાલો છે જે વધી રહ્યા છે.
શુક્રવારે રાત્રે ૧૧:૫૬ વાગ્યે મ્યાનમારમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શુક્રવારે સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૧:૫૬ વાગ્યે મ્યાનમારમાં ૪.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ એકસ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા ૪.૨ હતી. તે ૧૦ કિમીની ઊંડાઈએ આવ્યું હતું.
ભૂકંપથી થયેલા વિનાશનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ૩૦ માળની એક ઇમારત ધરાશાયી થઈ ગઈ, જેમાં ૪૩ કામદારો ફસાયા હતાં. ભૂકંપ પછી બેંગકોકમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. મ્યાનમારને મદદ કરવા માટે ભારતે સી-૧૩૦જે વિમાન દ્વારા લગભગ ૧૫ ટન રાહત સામગ્રી મ્યાનમાર મોકલી છે. મ્યાનમાર લશ્કરી શાસન હેઠળ હોવા છતાં, ટ્રમ્પે કહૃાું છે કે અમેરિકા મદદ કરશે.
ચીને કહૃાું છે કે મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે કોઈ ચીની નાગરિકનું મોત થયું નથી. ચીનના વિદેશ મંત્રાલયે શનિવારે આ વાતની પુષ્ટિ કરી. રાજ્ય મીડિયાએ જાહેરાત કરી કે શોધ અને બચાવ પ્રયાસોમાં મદદ કરવા માટે ચીની ટીમ મ્યાનમાર પહોંચી છે. ભૂકંપના આંચકા ચીનના યુનાન અને ગુઆંગશી પ્રાંત સુધી અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે વેબસાઇટ અનુસાર, શુક્રવારના ૭.૭ ની તીવ્રતાના ભૂકંપ પછી મ્યાનમારમાં ઓછામાં ઓછા ૧૪ ભૂકંપ આવ્યા છે. મોટા ભૂકંપના કેટલાક કલાકો પછી મોટાભાગના આફ્ટરશોક્સ આવ્યા હતા. તેમની તીવ્રતા ૩ થી ૫ ની વચ્ચે હતી. સૌથી શક્તિશાળી ૬.૭ ની તીવ્રતાનો ભૂકંપ હતો જે મોટા ભૂકંપના લગભગ ૧૦ મિનિટ પછી આવ્યો હતો.
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ મ્યાનમાર અને થાઇલેન્ડને મદદની ઓફર કરી છે. ભૂકંપ પછી તેમણે દક્ષિણપૂર્વ એશિયાઈ પડોશીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, જેમાં ૧૫૦ થી વધુ લોકો માર્યા ગયા હતા. તેમણે ટ્વિટર પર લખ્યું, મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપ માટે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદના અને પ્રાર્થના બંને દેશોના લોકો સાથે છે. ઇન્ડોનેશિયા અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનર્નિર્માણ પ્રયાસો માટે જરૂરી તમામ સહાય પૂરી પાડવા તૈયાર છે.
જ્યારે મ્યાનમાર અને થાઈલેન્ડ ભૂકંપને કારણે વિનાશનો સામનો કરી રહૃાા છે, ત્યારે ભારતનો બીજો પાડોશી દેશ ભૂકંપથી હચમચી ગયો છે. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપથી ધરતી ધ્રુજી ઉઠી છે. સાંજે ૪:૫૧ વાગ્યે, ૪.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અડધા કલાકમાં, બીજો ભૂકંપ આવ્યો. ૫:૧૬ વાગ્યે ૪.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. હાલમાં કોઈ નુકસાનના સમાચાર નથી.
ભારતથી મ્યાનમારમાં લગભગ ૧૫ ટન રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે. રાહત સામગ્રીમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, તૈયાર ખોરાક, પાણી શુદ્ધિકરણ, સ્વચ્છતા કીટ, સૌર લેમ્પ, જનરેટર સેટ અને આવશ્યક દવાઓનો સમાવેશ થાય છે.
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે એ શુક્રવારે એક ભયાનક અંદાજ જાહેર કર્યો. મ્યાનમારમાં ૭.૭ની તીવ્રતાના ભૂકંપમાં મૃતાંક ૧૦,૦૦૦ થી વધુ હોઈ શકે છે. સીએનએનના અહેવાલ મુજબ, યુએસજીએસે ભૂકંપથી થયેલા અંદાજિત મૃત્યુ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આ ચેતવણી મોટી સંખ્યામાં જાનહાનિ અને વ્યાપક નુકસાન દર્શાવે છે.
હજુ હજારો લોકો કાટમાળ નીચે દટાયા હોવાથી મોતનો આંકડો વધી શકે છે. જોકે, કેટલાય મીડિયા અહેવાલો મુજબ ભૂકંપને કારણે કાટમાળ નીચે દટાઈ જતાં હજારો લોકોનાં મોત થયા છે. આ સિવાય ભારત, ચીન, બાંગ્લાદેશ અને તાઈવાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેથી લોકો ગભરાઈને ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. આજે સવારે અફઘાનિસ્તાનમાં પણ ૪.૭ થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવતા વધુ ડર ફેલાયો છે. ભૂકંપની ભયાનકતાનો અંદાજ મૃત્યુઆંક પરથી જ આવી જાય છે. ભૂકંપગ્રસ્ત દેશોમાંથી જેવી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે તે ખરેખર ભયાનક છે. હજારો ઈમારતો, મંદિર-મસ્જિદ, બ્રિજ, મકાનો ધરાશાયી થઈ ગયા છે. કાટમાળમાં અસંખ્ય લોકો દટાઈ ગયા છે. હજુ મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
રાજધાની નેપીડોમાં સેંકડો ઈમારતો તૂટી પડતાં કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. મ્યાનમારના લશ્કરી શાસકોએ રાજધાની નેપીડો અને માંડલે સહિત દેશના છ પ્રાંતોમાં ઈમર્જન્સી જાહેર કરી દીધી હતી.
મ્યાનમાર અનેક વર્ષોથી ગૃહયુદ્ધમાં સપડાયેલું હોવાથી અનેક પ્રાંતોમાં મદદ કેવી રીતે પહોંચાડવી તે સ્પષ્ટ થઈ શક્યું નથી. રેડ ક્રોસે કહૃાું કે, ભૂકંપના કારણે વીજળીના થાંભલા પડી જવાથી વીજપુરવઠો ખોરવાઈ ગયો છે. વધુમાં અનેક જગ્યાઓ પર રસ્તાઓ તૂટી જવાથી રાહત કાર્ય પડકારજનક બન્યું છે. બીજીબાજુ બેંગકોકમાં બાંધકામ હેઠળની એક ઈમારત પત્તાના મહેલની જેમ સેકંડોમાં કડડભૂસ થઈ જતાં અનેક કામદારો ઈમારતના કાટમાળમાં ફસાઈ ગયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે ત્રણ કામદારોનાં મોત નીપજ્યાં છે અને ૯૦થી વધુ લાપતા છે તેમ સંરક્ષણ મંત્રી ફુમથામ વેચાયાચીએ કહૃાું હતું. એડિનબર્ગ યુનિવર્સિટીમાં જીયોસાયન્સ સ્કૂલના સિસ્મોલોજી અને રોક ફિઝિક્સમાં પર્સનલ ચેર પ્રોફેસર ઈયાન મેને જણાવ્યું કે, બંને દેશોમાં ભૂકંપમાં અંદાજે ૧૦૦૦૦થી વધુ લોકોના માર્યા ગયા હોવાની આશંકા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial