Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય બે ચોરીની પણ પોલીસ સમક્ષ કબૂલાતઃ
જામનગર તા.૨૯ : ધ્રોલના વાકીયા ગામમાં એક ખેડૂતના ૧૫ મણ જીરૂની ચોરી થઈ હતી. તેની તપાસમાં પોલીસે રાજકોટના ત્રણ તથા ગોંડલના એક શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સોએ તે ચોરી ઉપરાંત અન્ય બે ચોરીની કબૂલાત કરી છે. બે મોટર, ત્રણ મોબાઈલ, રૂ.૧ લાખ ર૦ હજાર રોકડા કબજે કરાયા છે.
ધ્રોલથી રાજકોટ વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા વાકીયા ગામમાં સુનિલભાઈ પાંચોટીયા નામના ખેડૂતો પોતાના ગોડાઉન બહાર રાખેલા જીરૂના જથ્થામાંથી ગઈ તા.૧૩ની રાત્રે કોઈ શખ્સ પંદર મણ વજનવાળી જીરૂની પાંચ ગુણી ચોરી કરી ગયો હતો.
આ બાબતની પોલીસમાં ફરિયાદ કરવામાં આવ્યા પછી ધ્રોલ પોલીસે સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સની મદદથી રાજકોટના ભગવતીપરામાં રહેતા વિજય મુકેશ સોલંકી, રાજકોટના ગુલાબનગરમાં રહેતા રાકેશ મુકેશ સોલંકી ઉર્ફે રાહુલ, ગોંડલના સુનિલ ભીખુભાઈ પરમાર તથા રાજકોટના રૂખડીયાપરામાં રહેતા સંજય ઝીણાભાઈ સોલંકી ઉર્ફે મુકેશને પકડી લીધા છે. આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ ચોરીની કબૂલાત આપી સાગરિત રોનક રાજેશ ભટ્ટનું નામ આપ્યું છે.
આ શખ્સો પાસેથી ચોરીમાં ઉપયોગ કરાયેલા બે વાહન, મોબાઈલ મળી રૂ.૧૧ લાખ ૨૬ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી પૈકીના વિજય સામે સાત ગુન્હા, રાકેશ સામે પણ સાત ગુન્હા નોંધાયેલા છે. આ શખ્સોએ જીરા ચોરી ઉપરાંત ધ્રોલની એક ઘરફોડ ચોરી અને પડધરીના દેપારીયા ગામમાં બે વખત જીરૂ ચોરી કર્યાની કબૂલાત આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial