Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે આવારા ખુંટીયાએ જોગવડ નજીક પરપ્રાંતિય શ્રમિકને હડફેટે લીધા પછી
જામનગર તા. ૨૯: જોગવડ નજીક બે બળદોની ફાઈટમાં ઈજાગ્રસ્ત બનેલા પરપ્રાંતિય શ્રમિક યુવાનને બ્રેઈનડેડ જાહેર કરાયા પછી તેના અવયવોનું અંગદાન કરાયું હતું. ઈજાગ્રસ્ત શ્રમિકના પત્ની-પુત્ર વગેરેએ હોસ્પિટલના તબીબો સાથે પરામર્શ કર્યા પછી અંગોનો દાન કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલની તબીબોની ટીમ જામનગર આવી પહોંચ્યા પછી વહેલી સવારે બ્રેન્ડેડ યુવાન પર શસ્ત્રક્રિયા કરાઈ હતી. અને બ્રેઈનડેડ યુવાનના અવયવોને લઈને અમદાવાદ મોકલવા કોરિડોર બનાવાયો હતો. આ અવયવો ચાર્ટર પ્લેન મારફતે રવાના થયા હતાં.
ખંભાળિયા ધોરીમાર્ગ પર જોગવડ ગામના પાટીયા પાસે ગત ૧૮મી તારીખે રસ્તા પર બાખડી રહેલા બે ખુંટિયા કે જેઓએ રસ્તે ચાલીને જઈ રહેલા પરપ્રાંતિય શ્રમિક યુવાનને હડફેટમાં લઈ લીધા હતા, અને ગંભીર સ્વરૂપે ઈજાગ્રસ્ત હાલતમાં જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા પછી સારવાર દરમિયાન તેઓ બ્રેઈનડેડ જાહેર થયા હતા, અને તેના પરિવાર દ્વારા અંગદાન કરવાની જાહેરાત થઈ હતી.
જેથી જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબો તેમજ અમદાવાદથી દોડી આવેલી સ્પેશિયલ તબીબોની ટીમ વગેરે દ્વારા શ્રમિક યુવાનનું ઓપરેશન કરીને તેના જીવિત અવસ્થામાં રહેલા અવયવોને એકત્ર કરી લેવામાં આવ્યા હતાં. અને સ્પેશિયલ કોરિડોર બનાવી ચાર્ટર ફ્લાઈટ થી અમદાવાદ લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ બનાવની વિગત એવી છે કે મૂળ બિહાર રાજ્યના સમસ્તિપૂરના વતની મહેશકુમાર જીગુસા શાહુ ઉ.વ.૪૭) કે જેઓ પોતાના પુત્ર મનીષ (૨૨ વર્ષ) કે જે હાલ મોટી ખાવડી વિસ્તારમાં એક ખાનગી પેટા કોન્ટ્રાક્ટર કંપનીમાં કામ કરે છે, તેને ત્યાં પોતે પણ કામે રહેવા માટે બિહારથી ૧૮મી માર્ચના દિવસે જામનગર આવ્યા હતા, ત્યારબાદ તેઓ અન્ય બે મિત્રો સાથે જોગવડ ગામના પાટીયા પાસે ઉતર્યા હતા, અને રસ્તો ઓળંગી રહૃાા હતા. જે દરમિયાન રસ્તામાં બે ખુંટિયા ઝગડી રહૃાા હતા, અને એકાએક ધસી આવી ઉમેશકુમારને હડફેટમાં લઈ લેતાં તેઓ ફંગોળાયા હતા, અને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેઓનું માથું ફાટી ગયું હતું, અને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર દરમિયાન ગત મંગળવારે તેઓને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. જોકે તેના અવયવો ચાલતા હતા. દરમિયાન જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબ વંદનાબેન ત્રિવેદી તથા અન્ય તબીબોની ટુકડીએ ઉમેશકુમારના પુત્ર મનીષ અને માતા ઇન્દુ દેવી ઉપરાંત કાકા દલુશા વગેરેને બોલાવી લીધા હતા અને ઉમેશકુમાર પોતે બ્રેઈનડેડ થયા છે, પરંતુ તેના અંગ ચાલુ છે. જે અંગોનું દાન કરવાથી અન્ય વ્યક્તિઓને નવું નવજીવન આપી શકાશે.
જેમાં સહમતી દર્શાવતી પ્રસ્તાવ મુકતાં સમગ્ર પરિવારજનોએ સહમતિ દર્શાવી હતી, અને બ્રેઈનડેડ જાહેર થયેલા ઉમેશ કુમારના કિડની, લીવર સહિતના અંગોનું દાન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગઈકાલે મોડી રાત્રે આ નિર્ણય લેવાયા બાદ જામનગરના જીજી હોસ્પિટલના તબીબી અધિક ડો. નંદીની દેસાઈ અને તેઓની સમગ્ર ટીમ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલના સંપર્ક સાધવામાં આવ્યો હતો અને અંગેનું દાન કરવા નિર્ણય લેવાયા બાદ અમદાવાદથી સમગ્ર તબીબોની ટીમ વહેલી સવાર સુધીમાં જામનગર આવી ચૂકી હતી, ત્યારબાદ સવારે ૬.૩૦ વાવ્યે ઉમેશ કુમારને તેમના પરિવારની હાજરીમાં ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા, અને એક પછી એક તેમના અંગોને કાઢી લેવામાં આવ્યા હતા, અને તેના માટેની વિશેષ પેટીઓ અમદાવાદથી લાવવામાં આવી હતી તેમાં તમામ અંગો મૂકીને અમદાવાદ તરફ લઈ જવા માટે વિશેષ કોરિડોર બનાવાયો હતો જેના માટે જામનગર પોલીસની મદદ લેવામાં આવી હતી અને જી.જી. હોસ્પિટલથી જામનગરના એરપોર્ટ સુધીના માર્ગે વિશેષ કોરિડોર બનાવીને સ્પેશિયલ એમ્બ્યુલન્સ મારફતે તમામ અવયવોને એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
ત્યાંથી ચાર્ટર પ્લેનમારફતે અમદાવાદ પહોંચ્યા બાદ અમદાવાદમાં નિર્ધારિત અન્ય દર્દીઓની જરૂરિયાત પ્રમાણેના અંગોને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial