Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સે તમામ વેપારીને ગાળો ભાંડી ધમકાવતા પોલીસમાં કરાઈ ફરિયાદઃ
જામનગર તા.ર૯ : જામનગરની પટેલકોલોનીમાં આવેલા ગેલેરીયા કોમ્પલેક્ષ નજીક ખાણીપીણીની પાંચ દુકાન ધરાવતા વેપારીઓએ એક શખ્સ સામે ગાળો ભાંડી ધમકી આપ્યાની પોલીસમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી છે.
જામનગરના પટેલકોલોની વિસ્તારની શેરી નં.૩માં આવેલા ગેલેરીયા કોમ્પ્લેક્ષ નજીક પૂનમ ઢોસા સેન્ટર નામનું રેસ્ટોરન્ટ ચલાવતા પી રાજા મણિકમ પેરૂમલ ગઈ તા.૩ની સાંજે પોતાના રેસ્ટોરન્ટ પર હતા ત્યારે જલારામનગર પાસે રહેતો સંજયસિંહ ચુડાસમા નામનો શખ્સ આવ્યો હતો.
તેને મને ફોન કેમ કર્યાે હતો તેમ પૂછતા રાજામણિકમે પાણી ની મોટર ચાલુ હતી અને બગાડ થતો હતો તેથી ફોન કર્યાે હતો તેમ કહેતા ગાળો ભાંડી સંજયે ધમકી આપી હતી તેવી ફરિયાદ સિટી બી ડિવિઝનમાં કરવામાં આવી છે.
તે ફરિયાદ ઉપરાંત ગેલેરીયા કોમ્પલેક્ષ નજીક પેંગ્વીન ઢોસા નામનું રેસ્ટોરન્ટ ચલાવતા વી. ડેનીયલ વરઘેસે બુધવારે રાત્રે પોતાના ધંધાના સ્થળે હતા ત્યારે બાઈક પર ત્યાં આવેલા સંજય ચુડાસમાએ પાણી લીકેજ થઈને બહાર આવે છે તેમ કહેતા ડેનીયલે તે પાણી બાજુના એપાર્ટમેન્ટમાંથી નીકળતું હોવાનું કહેતા સંજયે ગાળો ભાંડી રેસ્ટોરન્ટ બંધ કરી દેવા ફરમાન કર્યું હતું. તેથી ધંધો બંધ કરીને જઈ રહેલા ડેનીયલને પણ મારી નાખવાની ધમકી અપાઈ હતી.
ગેલેરીયા કોમ્પલેક્ષ પાસે સંતોષ કચ્છી દાબેલી નામની દુકાન ચલાવતા રાહુલ રમેશ ભાઈ સરવૈયા બુધવારે રાત્રે પોતાની દુકાને હતા ત્યારે સંજય ચુડાસમાએ ત્યાં આવી પાણીની બોટલ લઈ આવ તેમ કહ્યું હતું. તેથી રાહુલ બોટલ લઈને ગયો હતો. આ વેળાએ ગાળો ભાંડી તેને પણ સંજયે ધમકી ઠપકારી હતી.
ગેલેરીયા કોમ્પલેક્ષ પાસે ભવાની પાઉંભાજી નામની દુકાન ચલાવતા કેતન રમેશભાઈ રાયચુરા ગઈ તા.પની સાંજે પોતાની દુકાને હતા ત્યારે સંજય ચુડાસમાએ તે કોર્પોરેશનમાં ફરિયાદ કરતા મારી રેંકડી કોર્પોરેશનવાળા ઉપાડી ગયા છે. તેમ કહેતા કેતને મેં ફરિયાદ કરી નથી તેમ જણાવ્યું હતું તેથી તેને પણ ગાળો ભાંડી સંજયે ધમકી આપી હતી.
ગેલેરીયા કોમ્પલેક્ષ નજીક ૪-ટીન રેસ્ટોરન્ટ ચલાવતા રાજુ ભાનુભાઈ પાઠક નામના વૃદ્ધ ગઈ તા.૪ની સાંજે પોતાની દુકાને હતા ત્યારે આ કોમ્પલેક્ષ મારૂ છે, મને જલદી પાર્સલ આપી દેવાનું તેમ કહી બોલાચાલી કર્યા પછી ગાળો ભાંડી સંજય ચુડાસમાએ ધમકી આપ્યાની ફરિયાદ કરાઈ છે.
ઉપરોક્ત પાંચેય ફરિયાદ પરથી સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાની સુચનાથી પીએસઆઈ ડી.એલ. ઝાલાએ જલારામનગર નજીક રહેતા સંજયસિંહ ચુડાસમા સામે બીએનએસની કલમ ૩૫૨, ૩૫૧ (૩) હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial