Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૯ વર્ષની સુદીર્ઘ કારકિર્દીને બીરદાવાઈ
જામનગર તા. ૨: જામનગર કલેકટર કચેરીના વરિષ્ઠ મામલતદાર બી.ટી. સવસાણી ૩૯ વર્ષની સુદીર્ઘ કારકિર્દી પૂર્ણ કરી સેવા નિવૃત્ત થતા નિવાસી અધિકાર કલેકટર ભાવેશ ખેર સહિત જિલ્લા મહેસૂલી તંત્રના કર્મીઓએ સવસાણીના ઉત્કૃષ્ટ યોગદાનની પ્રશંસા કરી નિરોગી અને સુખમય નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી.
જામનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં ચિટનીશ ટુ કલેક્ટર તરીકે ફરજ બજાવતા વરિષ્ઠ મામલતદાર બી.ટી.સવસાણી તા.૨૯ નવેમ્બરના સરકારી સેવામાંથી વયનિવૃત્ત થતાં જિલ્લા મહેસૂલી તંત્રમાં ભાવવાહી વિદાય સમારોહ યોજાયો હતો.
તેઓએ સવસાણીએ ૩૯ વર્ષ કરતાં વધુ સમય સુધી રાજ્ય સરકારની નિષ્ઠાપૂર્વક સેવા કરીને પોતાની ગૌરવશાળી કારકિર્દી પૂર્ણ કરી સેવા નિવૃત્ત થયા છે.
તેમની નિવૃત્તિ પ્રસંગે જામનગર જિલ્લા મહેસૂલી તંત્ર વતી નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર દ્વારા તેમને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી.
અધિક કલેક્ટરે આ પ્રસંગે સવસાણીના ઉત્કૃષ્ટ યોગદાનની પ્રશંસા કરીને તેમને નિરોગી, સુખમય અને દીર્ઘ નિવૃત્ત જીવન માટે હ્ય્દયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી.
કલેક્ટર કચેરીના તમામ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જિલ્લાની અન્ય મહેસૂલી કચેરીઓના સ્ટાફ દ્વારા બી.ટી. સવસાણીની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને ૩૯ વર્ષથી વધુ સમયની અમૂલ્ય સેવાને બિરદાવવામાં આવી હતી. મહેસૂલી તંત્રના સાથીદારોએ તેમને ભાવભરી વિદાય આપી અને તેમની આગામી જીવનયાત્રા સુખમય નીવડે તે માટે શુભકામનાઓ પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial