Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા
જામનગર તા. ૨: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ખાતાના મંત્રી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાને સન્માનવાનો એક કાર્યક્રમ ચેમ્બરની કારોબારી સમિતિના સભ્યો, સંસ્થાના પૂર્વ પ્રમુખ તથા સંસ્થાના સંલગ્ન સર્વે એસોસિએશન્સ હોદેદારોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ચેમ્બર પ્રમુખ રમણીક પી.અકબરીએ ચેમ્બરના આમંત્રણને માન આપીને પધારેલ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તથા ઉપસ્થિત કારોબારી સમિતિના સભ્યો, પૂર્વ પ્રમુખો, ચેમ્બર સંલગ્ન એસોસિએશનના પ્રમુખો તથા હોદેદારોનું તથા ખાસ નિમંત્રીત સભ્યોનું શબ્દોથી સ્વાગત કરેલ હતું, તેમજ જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા ગુજરાત રાજ્યના મંત્રી મંડળમાં શિક્ષણ મંત્રી તરીકે સ્થાન પામતા આનંદ સાથે હર્ષની લાગણી વ્યકત સાથે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.
ચેમ્બર પ્રમુખ રમણીક પી. અકબરીએ આજની શિક્ષણ નીતિ વિશેષ સૂચનો કરેલ હતા જેમાં સરકારની કન્યા શિક્ષણ યોજનાઓ જેવી કે, નમો સરસ્વતી, નમો લક્ષ્મી વિગેરે યોજનાઓના સરળ અમલીકરણ કરાવવા, તેમજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો વ્યાપ વધારવા તેમજ હાલ મેદાન વગરની શાળાઓનું પ્રમાણ વધારે હોવાથી મેદાનની પ્રવૃત્તિઓના અભાવે યુવાનોની શારીરિક કૌશલ્યતા બાબત ચિંતા વ્યકત કરેલ હતી. સાથે સાથે વિદ્યાર્થીઓમાં ટ્રાફિક જાગૃતતા લાવવા અને સરકારની શિક્ષણ નીતિ ૨૦૨૦નું સૂચારૃં રીતે અમલીકરણ થાય તે માટે વિવિધ સૂચનો કરેલ હતા. તેમજ શિક્ષણની સાથે સાથે જામનગરના વેપાર-ઉદ્યોગના પ્રશ્નો જેવા કે જીએસટી બાયોમેટ્રિકસ તેમજ જીઆઈડીસીમાં પ્લોટ/ શેડ ટ્રાન્સફર સમયે જુની અસરથી વસૂલ કરવામાં આવતી સ્ટેમ્પ ડયૂટીના નિરાકરણ માટે પણ સાથ અને સહકારની અપેક્ષા વ્યકત કરી હતી.
આ તકે ચેમ્બરના માનદ સહમંત્રી સી.એ. ભાવિકભાઈ એચ. ધોળકીઆ એ ચેમ્બરનો પચિય તથા ઉપસ્થિત સભ્યોએ સ્વપરિચય આપેલ હતો. તથા શિક્ષણ મંત્રી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાનો પરિચય ચેમ્બરના માનદ ખજાનચી તુષારભાઈ રામાણીએ આપ્યો હતો.
સભાગૃહ દ્વારા શિક્ષણને લગત ઘી રજૂઆતો તથા ચર્ચા-વિચારણા કરવામાં આવેલ હતી. જેના શિક્ષણમંત્રી રિવાબાએ હકારાત્મક પ્રત્યુતર સાથે તેના અમલીકરણ માટે પ્રયાસો કરવા ખાત્રી આપી હતી.
આ તકે ચેમ્બર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા ચેમ્બર બુલેટિનની નવી આવૃત્તિનું શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના હસ્તે ચેમ્બરના માનદ સંપાદક કેયુરભાઈ ખટ્ટર દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ચેમ્બર પ્રમુખ રમણીક પી. અકબરીએ શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાને સ્મૃતિરૂપે મોમેન્ટો અર્પણ કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ચેમ્બરના માનદ મંત્રી કૃણાલ વી. શેઠએ તથા કાર્યક્રમના અંતે આભાર દર્શન ચેમ્બરના ઉપપ્રમુખ અજેશ વી. પટેલ દ્વારા કરવામાં આવેલ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial