Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર આઈપીએસને આઈજીપી ગ્રેડ આપવામાં આવ્યોઃ
જામનગર તા. ૨: ગુજરાત કેડરના આઈપીએસ અધિકારીઓમાંથી છ આઈપીએસને ગઈકાલે પ્રમોશન આપતો હુકમ રાજ્યના ગૃહવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. તે ઉપરાંત નવ એએસપીને પોસ્ટીંગ અપાયું છે અને ચાર અધિકારીને આઈજી તરીકે તેમજ બે અધિકારીને ડીજીપી તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે.
રાજ્યના ગૃહવિભાગ દ્વારા ગઈકાલે કરવામાં આવેલા હુકમ મુજબ ગુજરાત કેડરના ૧૯૯૪ની બેચના આઈપીએસ મનોજ શશીધરને પ્રમોશન આપીને ડીજીપી ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. હાલમાં સીબીઆઈમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે મનોજ શશીધર ફરજ બજાવી રહ્યા છે. તે ઉપરાંત ગાંધીનગરમાં આર્મ્સ ફોર્સમાં એડીજી તરીકે ફરજ બજાવતા વર્ષ ૧૯૯પની બેચના રાજુ ભાર્ગવને પણ ડીજીપી ગ્રેડમાં મૂકાયા છે.
કેન્દ્રીય આઈબી વિભાગમાં એડી. ડે. ડાયરેક્ટર પદે રહેલા ૨૦૦૭ની બેચના દિવ્ય મિશ્રાને પ્રમોશન આપી આઈજીપી બનાવવામાં આવ્યા છે. ૨૦૦૭ની જ બેચના દીપન ભદ્રનને કેન્દ્રીય કેબિનેટ સેક્રેટરીએટમાં ફરજ બજાવે છે ત્યાંથી તેઓને આઈજીપી ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં એડવાઈઝર સિક્યુરિટીમાં રહેલા વર્ષ ૨૦૦૭ની બેચના સૌરભ તોલંબીયાને આઈજીપી ગ્રેડ આપવા ઉપરાંત સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી પરિક્ષિતા રાઠોડને પણ આઈજીપી રેન્કમાં નિયુક્ત કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial