Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા
જામનગર તા. રઃ જામનગર એરપોર્ટ પરથી અત્યારે એક માત્ર મુંબઈની ફ્લાઈટ જ કાર્યરત છે. આ સંજોગોમાં જાણવા મળતી વિગતો મુજબ ઈન્ડિગો એરલાયન્સની ટીમે તાજેતરમાં જામનગર એરપોર્ટની મુલાકાત લઈ ફ્રીકવન્સી સહિતની વિગતોની જાણકારી મેળવી હતી.
જમનગર એરપોર્ટથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં વધારો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. ઈન્ડિગો એરલાઈન્સે જામનગરથી મુંબઈની વધારે ફ્લાઈટ શરૂ કરવા તેમજ જામનગર-દિલ્હી વચ્ચે વિમાની સેવા શરૂ કરવા તૈયારી દર્શાવી છે. જો તેમની દરખાસ્તનો સ્વીકાર થશે તો ટૂંક સમયમાં મુંબઈ માટે વધુ ફ્લાઈટ તેમજ દિલ્હીની ફ્લાઈટની સુવિધા મળશે. આ ઉપરાંત બેંગલોર અને હૈદ્રાબાદની ફ્લાઈટ જે અગાઉ પૂરતા ટ્રાફિક સાથે ચાલુ હતી, અને પછી ઘણાં સમયથી બંધ છે બન્ને શહેરો માટે પણ ફ્લાઈટ શરૂ કરવા ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial