Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શનિવારે સર્જાયો હતો હિટ એન્ડ રનનો બનાવઃ
જામનગર તા. ૨: જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મોટા થાવરીયા ગામના પાટીયા પાસે શનિવારે સવારે અજાણ્યા વાહને બાઈકને હડફેટે લઈ સર્જેલા અકસ્માતમાં તરૂણનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં નાસી છૂટેલા મીની ટ્રકને શોધી કાઢી પોલીસે તે ટ્રક કબજે લીધો છે અને તેના ચાલકની ધરપકડ કરી છે.
જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામના અશોકભાઈ વિઠ્ઠલભાઈ ચોવટીયા નામના યુવાન પોતાના સોળ વર્ષના પુત્ર ઋત્વિકને ગયા શનિવારે સવારે ઠેબા બાયપાસ પાસે આવતી સ્કૂલ બસમાં બેસાડવા માટે પોતાના બાઈક પર ઘરેથી નીકળ્યા પછી મોટા થાવરીયાના બસ સ્ટેન્ડ પાસે એક અજાણ્યું વાહન બાઈકને હડફેટે લઈ નાસી ગયું હતું.
આ અકસ્માતમાં બાઈકમાં પાછળ બેસેલો ઋત્વિક રોડ પર પછડાયો હતો અને આ તરૂણનું માથામાં ગંભીર ઈજા થતાં મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે અશોકભાઈની ફરિયાદ પરથી હિટ એન્ડ રનનો ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં પીઆઈ એમ.એન. શેખની સૂચનાથી પંચકોશી એ ડિવિઝનના શોભરાજસિંહ, એચ.એમ. ઝાલા, કમલેશ ખીમાણીયાએ આ વાહનના સગડ દબાવ્યા હતા.
પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલના સ્ટાફને સાથે રાખી પોલીસ ટીમે જુદા જુદા સીસીટીવી ફૂટેજ ચકાસતા તેમાં જીજે-૩-બીવાય ૮૦૩ નંબરના મીની ટ્રકના સગડ મળી આવ્યા હતા. આ વાહનના ચાલક મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં રાજકોટમાં મેટોડામાં આવેલી એક બેકરીમાં આ વાહન ચલાવતા અવધેશ રાધેશ્યામ યાદવ નામના ડ્રાઈવરનું નામ ખૂલ્યું હતું. આ શખ્સને પકડી લઈ પોલીસે વાહન કબજે કરી લીધુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial