Advertisement
Author: નોબત સમાચાર

તા. રર અને ર૩ જાન્યુઆરીના નિઃશુલ્ક યજ્ઞોપવિત-૩ નું ભવ્ય આયોજન

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા નિઃશુલ્ક સમૂહ યજ્ઞોપવિત ૧ અને ર ના સફળ આયોજન પછી ગુજરાતમાં વસતા સમસ્ત બ્રહ્મસમાજના બટુકો માટે નિઃશુલ્ક સમૂહ યજ્ઞોપવિત ૩ નું આયોજન, ૧૧૧ બટુકોના લક્ષ્યાંક રાખી સમૂહ યજ્ઞોપવિતની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા નિઃશુલ્ક સમૂહ યજ્ઞોપવિત ૩ નું આગામી તારીખ ર૩ જાન્યુઆરી ર૦ર૬ ના આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં વસતા સમસ્ત બ્રહ્મસમાજ પરિવારના બટુકો લાભ મેળવી શકે તે હેતુસર સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર ૩ નું તા. રર અને ર૩ જાન્યુઆરી બે દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વૈદિક વિધિ વિધાન અનુસાર યજ્ઞો૫વિત સંસ્કાર બટુકોને ધારણ કરાવવામાં આવશે સાથે બટુકોને સંતો-મહંતો દ્વારા આશીર્વચન પ્રદાન કરશે.

તા. રર ના જાન્યુઆરીના બપોરે ૩ કલાકે ભગવાન ગણેશજીની પૂજા, મંડ મુહૂર્ત, મામેરા, પીઠી, દાંડિયા રાસ તથા રાત્રે જમણવાર તેમજ તા. ર૩ જાન્યુઆરીના સવારે વિધિવત્ યજ્ઞોપવિત સંસ્કારની વિધિ, બટુકની કાશીયાત્રા બેન્ડ વાજા સાથે, બપોરે મહાપ્રસાદ સહિતના ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે.

આ સમૂહ યજ્ઞોપવિતનું આયોજન પ્રણામી ગ્રાઉન્ડ, રણજીતનગર, પટેલ સમાજ સામે, જામનગરમાં કરવામાં આવ્યું છે, તેમ સંસ્થા દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કેતનભાઈ ભટ્ટ દ્વારા જણાવ્યું હતું.

આ નિઃશુલ્ક સમૂહ યજ્ઞોપવિત ૩ મા સમસ્ત બ્રહ્મસમાજના બટુકનું નામ નોંધાવવા માટે સુનિલ જોષી ૯૦૯૯૧ ૭૧૭૭૧, જયદિપ રાવલ ૯૯૦૭૭૮૭, મહેશ રાવલ ૯૮ર૪૧ ૭૪૬ર૬, કિરીટ ઠાકર ૯૪ર૬૯ ૬૩ર૮૦, રાજેશ ઠાકર ૯૯રપ૦ પ૭૭૦૯, અથવા જીતેશ વ્યાસ ૯૭ર૭૭ ૪૪૮૮૦ ને તા. ૩૦ ડિસેમ્બર સુધીમાં નામ નોંધાવી આપવાના રહેશે.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના કેતનભાઈ ભટ્ટ, જયદિપભાઈ રાવલ, સુનિલભાઈ જોષી, સમિતિભાઈ રાવલ , મહેશભાઈ રાવલ, કિરીટભાઈ ઠાકર, વિરલભાઈ ત્રિવેદી, અર્ચનાબેન જોષી, મનિષાબેન જોષી વિેગેરે હોદ્દેદારો અને સભ્યો દ્વારા જહેમત ઊઠાવવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh