Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે ૫ણ બન્ને ગૃહોમાં હોબાળા વચ્ચે કાર્યવાહી અવરોધાઈ
નવી દિલ્હી તા. રઃ સંસદ સંકુલમાં "વોટચોર - ગાદી છોડ"ની નારેબાજી સાથે વિપક્ષોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું, જ્યારે લોકસભા તથા રાજયસભામાં પણ હોબાળાના કારણે સવારથી જ કાર્યવાહી અવરોધાઈ હતી.
આજે બીજા દિવસે પણ સંસદમાં એસઆઈઆર સામે પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો. સવારે ૧૧ વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ બધા વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતાં. કેટલાક સાંસદ તો વેલમાં પણ પહોંચી ગયા. આ દરમીયાન સ્પીકરે પ્રશ્નકાળ ચાલુ રાખ્યો હતો. પરંતુ વિપક્ષે ર૦ મિનિટ સુધી 'વોટચોર-ગાદી છોડ' ના નારા લગાવતા રહ્યા હતાં. ત્યાર પછી સ્પીકર ઓમ બિરલાએ કાર્યવાહી બપોરે ૧ર વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.
આ દરમિયાન કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, લોકશાહીના રક્ષણ માટે વિરોધ પ્રદર્શન જરૂરી છે. અગાઉ સવારે ૧૦.૩૦ વાગ્યે વિપક્ષે સંસદ સંકુલમાં મકર ગેટ સામે સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન કર્યુ હતું, તેમણે સરકાર પાસે આ બાબતે તાત્કાલિક ચર્ચા કરવાની માંગ કરી હતી.
ગઈકાલે સત્રના પહેલા દિવસે પણ બન્ને ગૃહોમાં એસઆઈઆર અને વોટ ચોરીના આરોપના મુદ્દે વિપક્ષે હોબાળો કર્યો હતો. વિપક્ષી દળોની માંગ છે કે, એસઆઈઆર પર ચર્ચા કરવામાં આવે, જ્યારે સંંસદીય કાર્ય મંત્રી કિરણ રિજ્જિુએ ગઈકાલે રાજ્ય સભામાં જણાવ્યું હતું કે સરકાર એસઆઈઆર અને ચૂંટણી સુધારાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. વિપક્ષને અપીલ કરી કે તેઓ આના પર કોઈ સમયમર્યાદા ન લાદે.
પહેલાં દિવસે નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં ૩ બિલ રજુ કર્યા હતા, જેમાંથી મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસ બિલ (બીજો સુધારો) વિધેયક ૨૦૨૫ બિલ પસાર થયું હતું. જ્યારે ગૃહની કાર્યવાહી પહેલાં પીએમ મોદીએ સંસદની બહાર મીડિયાને કહ્યું, 'આ સત્ર પરાજયની હતાશા કે વિજયના અહંકારનું મેદાન ન બનવું જોઈએ, અહીં ડ્રામા નહીં, ડિલિવરી થવી જોઈએ. અહીં નીતિ પર ભાર હોવો જોઈએ, નારાઓ પર નહીં'.
મીડિયા રિપોર્ટસ અનુસાર વંદે માતરમ્ના ૧૫૦ વર્ષ પૂરા થવા પર સરકાર ગૃહમાં વંદે માતરમ્ પર ૧૦ કલાક ચર્ચા કરાવી શકે છે. આ ચર્ચા ગુરૂવાર-શુક્રવારે થઈ શકે છે. પીએમ મોદી પોતે તેમાં ભાગ લઈ શકે છે. ૩૦ સપ્ટેમ્બરે રાજ્ય સભાની બિઝનેસ એડવાઈઝરી કમિટિની બેઠકમાં સત્તાધારી પક્ષના ઘણાં સભ્યોએ આ ચર્ચાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
વિપક્ષે એસઆઈઆર પર તાત્કાલીક ચર્ચા કરવાની માંગ પર મક્કમ છે. રાજ્ય સભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ એસઆઈઆર પર તાત્કાલીક ચર્ચાની માંગ કરી, અને કહ્યું કે તે એક અરજન્ટ વિષય છે. આ દરમિયાન સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજ્જિુએ કહ્યું, આ યોગ્ય રસ્તો નથી. સમસ્યા એ છે કે વિપક્ષ કહે છે કે સમય જણાવો. તેમણે કહ્યું કે સરકારે આ બાબતે પરામર્શ પ્રક્રિયા શરૂ દીધી છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજ્જિુના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કે વિપક્ષ ગૃહને સ્થગિત કરવા માટે બહાના શોધે છે. કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીએ કહ્યું 'તમે નાલાયક હોવ તો અમે' શું કરીએ? જો તમને મેનેજ કરવાનું આવડતું ન હોય ત અમે શું કરીએ? અમે મુદ્દો પણ ન ઉઠાવીએ. અમે સાંસદ છીએ, અને લોકોનો અવાજ ઉઠાવવો એ અમારી ફરજ છે.
રાજ્યસભા સવારે ૧૧ વાગ્યે શરૂ થઈ પરંતુ વિપક્ષે એસઆઈઆર મુદ્દા પર હોબાળો શરૂ કર્યો હતો. અધ્યક્ષે કાર્યવાહી ચાલુ રાખી, પરંતુ વિપક્ષે સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial