Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાયન્સ ક્લબ ઈન્ટનેશનલના દ્વિતીય વાઈસ ઈ. પ્રેસિડેન્ટ
જામનગર તા. રઃ લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના દ્વિતીય વાઈસ ઈન્ટરનેશનલ પ્રેસિડેન્ટ, હાલારના પનોતા પુત્ર, લાયન્સ તથા ઓશવાળ સમાજનું ગૌરવ, નૈરોબી - કેન્યાથી પી.એમ.જે.એફ. લા. મનોજ શાહ પરિવાર સાથે તથા મધયપ્રદેશ-પિપરીયાથી મલ્ટીપલ ૩ર૩૩ ના કાઉન્સિલ ચેરપરસન લાયન મનિષ શાહ, લાયન્સ ક્લબ ક્વિન્સ, ગીતાબેન સાવલાના યજમાન પદે જામનગરની શુભેચ્છા મુલકાતે આવતીકાલે તા. ૩ ડિસેમ્બર ને બુધવારના પધારી રહ્યા છે.
આ પ્રસંગે લાયન્સ ક્લબ ક્વિન્સ દ્વારા તેમનો ભવ્ય સત્કાર સમારંભ 'ગૌરવોત્સવ' તેમજ સાથે ઝોન ચેરપરસન લા. ધ્રુવિ સોમપુરા દ્વારા ઝોન સોશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
લાયન ગીતાબેન સાવલા દ્વારા આયોજીન આ કાર્યક્રમમાં ડિસ્ટ્રીક્ટની અન્ય લાયન્સ ક્લબોને સહભાગી થવા માટે આમંત્રિત કરે છે, જેથી અન્ય લાયન મિત્રોને પણ લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના દ્વિતીય વાઈસ ઈન્ટરનેશનલ પ્રેસિડેન્ટને મળવાની તક મળી શકશે.
આ તકે પ્રોગ્રામના કન્વીનર પિ. એમ.જે.એફ. લાયન એસ.કે. ગર્ગજી, ડિસ્ટ્રીક્ટ ગવર્નર એમ.જે.એફ. લા. અભય શાહ, ફસ્ટ વાઈસ ડિસ્ટ્રીક્ટ ગર્વનર લા. હાર્દિક મહેતા, સેકન્ડ વાઈસ ડિસ્ટ્રીક્ટ ગવૃનર એમ.જે.એફ. લા. નીરવ વડોદરિયા, તેમજ ડિસ્ટ્રીક્ટના પૂર્વ ગવર્નર, આમંત્રિત મહેમાનો તથા ડિસ્ટ્રીક્ટના લાયન મિત્રો આ કાર્યક્રમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. લા. મનોજ શાહના વરદ્ હસ્તે ઝોન ૯ અને ઝોન ૧૦ ની દરેક ક્લબને તથા પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નરને સન્માનિત કરાવવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લયન્સ સદસ્યો જહેમત ઊઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial