Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રીડ ઓપરેટર્સનું એલર્ટઃ મે-જુનમાં સંકટની ચેતવણી
નવીદિલ્હી તા. ૧૭: આગામી ઉનાળામાં ભયંકર ગરમીના કારણે માંગ સામે પુરવઠો ઘટી જતા વીજળીની તીવ્ર તંગી સર્જાઈ શકે છે, તેવી ચેતવણી ગ્રીડ ઓપટર્ર્સે આપી છે.
દેશભરમાં તાપમાન મીટર વધવા લાગ્યું છે અને ફેબ્રુઆરી-માર્ચમાં જ ગરમી રેકોર્ડ તોડી રહી છે. આવી સ્થિતિમાં પંખા, કુલર અને એસી મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. કારણે આગામી દિવસોમાં દેશભરમાં ગરમી ચરમસીમાએ રહેશે. ભારતના ટોચના ગ્રીડ ઓપરેટરે ઉનાળાની ઋતુ દરમિયાન દેશભરમાં વીજળી કાપ અંગે મોટી ચેતવણી જારી કરી છે.
આ મુજબ, મે અને જૂનમાં ભારે માંગને કારણે વીજળીની તીવ્ર અછત સર્જાઈ શકે છે અને આ સમય દરમિયાન વીજળી કાપનું જોખમ સૌથી વધુ રહેશે. નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર એ તાજેતરમાં વીજ પુરવઠો અને તેના વપરાશ અંગે એક અહેવાલ બહાર પાડ્યો છે. આ મુજબ, મે-જૂનમાં દેશમાં વીજળીની માંગ ૧૫ થી ૨૦ ગીગાવોટ સુધી પહોંચી શકે છે. એનએલડીસીના મતે, મે મહિનામાં આ માંગ સૌથી વધુ રહેશે અને આ માંગને પૂરી કરવી અત્યંત મુશ્કેેલ બનશે.
એક અંદાજ મુજબ, મે મહિનામાં સરેરાશ પુરવઠો પ્રાપ્ત ન થાય તેવી શકયતા લગભગ એક તૃતીયાંશ છે. જૂન મહિનામાં સંપૂર્ણપણે વીજળી સપ્લાય ન થઈ શકે તેવી ૨૦ ટકા શકયતા છે. મે અને જુલાઈમાં માંગ ઘણીવાર પૂરી થતી નથી, માંગ અને પુરવઠા વચ્ચે ૧૫ જીડબલ્યુથી વધુનું અંતર હોય છે. મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ ૨૦૨૫માં બિન-સૌર કલાકો દરમિયાન અછત થવાની શકયતા વધુ હોય છે. તેમ અહેવાલમાં જણાવાયું છે.
એનડીએલસી મુજબ, આ ઉનાળામાં ટોચની માંગ ૨૭૦ જીડબલ્યુ રહેવાની ધારણા છે. જ્યારે ગયા વર્ષે વીજળીની માંગ ૨૫૦ જીડબલ્યુ હતી. એનએલડીસી રિપોર્ટ કહે છે કે દેશમાં શકય તેટલી વહેલી તકે નવીનીકરણીય ઉર્જાસ્ત્રોતો સ્થાપિત કરવાની જરૂર છે. ત્યાં જ લોડ શિફ્ટિંગ વ્યૂહરચના જેવા માંગ-બાજુના કેટલાક પગલાં મદદ કરી શકે છે. એનડીએલસીએ કોલસા આધારિત પ્લાન્ટની ક્ષમતા વધારવા માટે વીજળી અધિનિયમ ૨૦૦૩ હેઠળ કટોકટી વીજળી લાગુ કરવાનું પણ સૂચન કર્યું છે.
એ નોંધનીય છે કે ભારતની બેઝલોડ પાવર ક્ષમતા કોલસા આધારિત પ્લાન્ટ્સ દ્વારા પ્રભુત્વ ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્લાન્ટ્સની ક્ષમતા સ્થિર રહી છે, જેના કારણે તેઓ વધતી માંગને પહોંચી વળવા અસમર્થ રહૃાા છે. પરિણામે, ગ્રીડ કંટ્રોલર ઓફ ઈન્ડિયા લિમિટેડ હેઠળના એનએલડીસીને આ વર્ષે મે અને જૂનમાં વીજળીની તીવ્ર અછતની અપેક્ષા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial