Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નવા એસ.ટી. ડેપો વર્કશોપનું મંત્રીઓ રાઘવજી પટેલ અને મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહુર્ત

પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજથી હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત

જામનગર તા. ૧૭: ગઈકાલે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મૂળુભાઈ બેરાના હસ્તે રૂ.  ૬ કરોડથી વધુના ખર્ચે નિર્મિત થનાર જામનગરના નવીન એસ.ટી. વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું હતું. જુના બસ સ્ટેન્ડના વિકલ્પ તરીકે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજથી હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત થયું છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. ૬૦૩.૦૮ લાખના ખર્ચે જામનગરમાં બાંધવામાં આવનાર નવીન એસ.ટી.ડેપો વર્કશોપનો રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મુળુભાઇ બેરાના હસ્તે ખાતમુહૂર્ત સમારોહ યોજવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા જામનગર એસ.ટી.વિભાગને ફાળવવામાં આવેલ રૂ. ૬૦૩.૦૮ લાખના ખર્ચ થકી આર.સી.સી.ફ્રેમ સ્ટ્રક્ચર વાળા સુવિધાયુક્ત નવીન એસ.ટી.વર્કશોપનું ૧૭, ૬૨૩ ચો.મી. જગ્યામાં આગામી સમયમાં નિર્માણ થશે જેમાં ડેપો મેનેજર ઓફિસ, એડમીન રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, સ્ટોર રૂમ, વર્કર રેસ્ટ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, વોટર રૂમ સહિતની આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે જામનગરનું વર્ષો જૂનુ બસ સ્ટેન્ડ અને તેને સંલગ્ન એસ.ટી.વર્કશોપ ૧૭ હજાર ચો.મી. થી વધુ જગ્યામાં નિર્માણ પામશે. તેમજ મુસાફરોને આ દરમિયાન હાલાકી ન પડે તે માટે જુના બસ સ્ટેન્ડના વિકલ્પ તરીકે શહેરની મધ્યમાં આવેલ પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજથી હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી તથા રિવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, આગેવાન વિનુભાઈ ભંડેરી, બીનાબેન કોઠારી, વિભાગીય નિયામક બી.સી.જાડેજા, વિભાગીય પરિવહન અધિકારી જે.વી.ઇસરાણી, વહીવટી અધિકારી જે.વી.કણઝારીયા, નાયબ ઈજનેર એ.ડી.મહેતા, હિસાબી અધિકારી બી.જે.ભીમાણી, ડેપો મેનેજર એન.બી.વરમોરા, મહાનગરપાલિકાના નગરસેવકો સહિત બહોળી સંખ્યામાં એસ.ટી.વિભાગના કર્મચારીઓ, એસ ટી નિગમના ત્રણેય યુનિયનના પદાધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

ઉલ્લેખનિય છે કે આજથી પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી ડેપો કાર્યરત થઈ ગયો છે. જામનગરનાં જુના બસ ડેપોનાં સ્થાને અદ્યતન નવો બસ ડેપો બનાવવામાં આવનાર છે જેનાં કામનું ખાત મુહુર્ત ગઈકાલે રવિવારે કરવામાં આવ્યું હતું. આથી જુનો બસ ડેપો બસ પરિવહન માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અને હંગામી ધોરણે પ્રદર્શન મેદાનમાં બસ ડેપો કાર્યરત કરવામાં આવ્યો છે જેનો આજે સોમવારથી પ્રારંભ થયો છે. હવે નવો બસ ડેપો કાર્યરત થશે ત્યાં સુધી પ્રદર્શન મેદાનમાંથી એસ.ટી.ની બસો આવન જાવન કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh