Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગુજરાત નારી રત્ન એવોર્ડનો કાર્યક્રમ

નર્મદા એજ્યુકેશન ટ્રસ્ટ અને રૂદ્ર ઈવેન્ટ દ્વારા મહિલા દિને

જામનગર તા ૧૭: જામનગરમાં નર્મદા એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ રૂદ્ર ઇવેન્ટ દ્વારા ગુજરાત નારી રત્ન એવોર્ડ-૨૦૨૫નું આયોજન મહિલા દિવસ પર જામનગરના ચેમ્બર હોલમાં કરવામાં આવ્યું હતું. જેમાં નગરના મેયર, ડેપ્યુટી મેયર, શહેર ભાજપના નવ નિયુક્ત મહિલા પ્રમુખ, સ્ટેન્ડિંગ ચેરમેન વિગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં નગરની અનેક પ્રતિભાશાળી નારીઓને વિશેષ એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા.

જામનગરના નર્મદા એજ્યુકેશન ટ્રસ્ટના મુખ્ય સંચાલક નિકિતાબેન કુંવરિયાની આગેવાનીમાં શહેરની ૪૦ સન્નારીઓને ખાસ એવોર્ડ આપીને સન્માનિત કરવા માટેના વિશેષ કાર્યક્રમમાં નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ રીટાબેન જોટંગીયા, ખંભાળિયા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મેઘાબેન વ્યાસ, બ્રિલિયન્ટ સ્કૂલના ઉસ્મિતાબેન ભટ્ટ ઉપરાંત શહેર ભાજપના અન્ય હોદ્દેદારો, કથાકાર અજયભાઈ શાસ્ત્રી, ભરતભાઈ કવાડ, હોમગાર્ડ ઓફિસર પ્રેક્ષાબેન ભટ્ટ, ડોક્ટર પ્રીતિબેન પુનાતર વિવિધ સંસ્થાના પ્રમુખો, જ્ઞાતિ મંડળો તથા એવોર્ડ મેળવનાર ૪૦ નારીરત્ન ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વ મહિલા દિવસ સંદર્ભે જામનગરમાં ૯ વર્ષથી શહેરના વિવિધ વિસ્તારમાં વિનામૂલ્યે ચકલીના માળા અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષી માટે પાણીના બાઉલનું સ્વખર્ચે વિતરણ કરી જીવદયાનું કાર્ય અને સરહદ પરના સેનિકોને જામનગરની બહેનો પાસેથી રાખડી એકઠી કરી તેમને પહોંચાડવાનું તેમજ રાખડી બાંધવાનું દેશભક્તિનું કાર્ય કરતા ભાજપના સિનિયર કોર્પોરેટર ડિમ્પલબેન રાવલને ઓમ ટ્રેનિંગ સેન્ટર આયોજીત 'નારી તું નારાયણી' એવોર્ડથી  પ્રસિદ્ધ વક્તા નેહલબેન ગઢવી અને ઓમ ટ્રેનિંગ સેન્ટરના ડિમ્પલબેન મહેતાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં  બહોળી સંખ્યામાં નગરજનો, ખાસ કરીને શહેરની મહિલાઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિતેશ મહેતાએ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh