Advertisement
Author: નોબત સમાચાર

બંદોબસ્ત દરમિયાન ગેરહાજર રહેલ કુલ ૬૨ હોમગાર્ડઝ સભ્યોને કારણ દર્શક નોટીસ

જામનગરમાં વડાપ્રધાનના આગમન સમયે

જામનગર તા. ૧૭: જામનગરમાં પ્રધાનમંત્રીના આગમન સમયે ફરજમાં ગેરહાજર રહેનાર ૬૨ હોમગાર્ડ  જવાનને કારણ દર્શક નોટીસ પાઠવાઇ છે અને ખુલાસો માંગવામાં આવ્યો છે.

જામનગર જિલ્લાની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવવાનાં હતાં. ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અધિક્ષક દ્વારા જામનગર જિલ્લા માંથી ૩૦૦ હોમગાર્ડઝ સભ્યો ની ફરજ માટે માંગણી/આદેશ કરવામાં આવેલ હતી. જે સંદર્ભે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ દ્વારા જુદા જુદા યુનિટો માંથી ૩૦૦ હોમગાર્ડઝને વીવીઆઈપી ફરજ પર જવા હુકમ કર્યો હતો.

જેમાંથી જુદા જુદા પોલીસ અધિકારીઓનાં ચેકિંગ દરમિયાન જુદા જુદા ફરજના પોઈન્ટ ઉપર કુલ ૬૪ હોમગાર્ડઝ સભ્યો ગેરહાજર હોવાનો રિપોર્ટ આવ્યો હતો.

જે અનુસંધાને આ તમામ હોમગાર્ડઝનો ખુલાસો માંગી શા માટે તેઓને દળમાંથી બરતરફના કરવા ? એ અંગે નોટીસ પાઠવવામાં આવી છે.

જેથી તમામ સભ્યોના ખુલાસાઓ આવ્યે ખુલાસો યોગ્ય નહીં જણાય તો એવા સભ્યોને દળમાંથી નિયમ મુજબ બરતરફ કરવામાં આવશે.

હોમગાર્ડઝ દળ માનદ દળ હોવાથી હોમગાર્ડઝ સભ્યોને રેગ્યુલર ફરજો કરવા માટે દબાણ કરી શકાય નહીં.

પરંતું તમામ હોમગાર્ડઝે વીવીઆઈપી બંદોબસ્ત કરવો ફરજીયાત હોય છે.

એવા ઘણાં બધા હોમગાર્ડઝ સભ્યો છે. જેઓ દળમાં ફક્ત નામ રાખીને દળનું સંખ્યાબળ ધરાવે છે. અને કોઈ પણ પ્રકારની ફરજો બજાવતા નથી, જેથી પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવતી માંગણી મુજબના હુકમમાં કાયમ ઘટ આવતી હોય છે.

ટૂંક સમયમાં જામનગર જિલ્લામાં હોમગાર્ડઝની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. અને તેથી દળમાં રહેલ આવા સુષુપ્ત અને ફક્ત સંખ્યાબળ વધારતાં અને એક પણ ફરજો ન બજાવતાં તથા એક પણ તાલીમ કેમ્પમાં હાજર ન થતાં હોમગાર્ડઝ સભ્યો માટે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટે આકરું વલણ અપનાવ્યું છે.જેથી નવી ભરતી કરવામાં આવે ત્યારે જરૂરિયાત અને સક્ષમ તથા નિષ્ઠાવાન અને ઈમાનદાર સભ્યોની ભરતી કરી શકાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh