Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્પેસ 'એકસ'ની કેપ્સ્યુલ ફલોરિડાના સમુદ્ર કિનારે ઉતરશેઃ બન્ને યાત્રી જુન-૨૦૨૪થી અંતરિક્ષમાં ફસાયા હતાઃ લાઈવ ટેલિકાસ્ટ થશે
ન્યુયોર્ક તા. ૧૭: અંતરિક્ષમાં અટવાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આવતી કાલે પૃથ્વી પર પાછા ફરશે, તેમ નાસાએ જાહેર કર્યુ છે. સ્પેસ એકસ કેપ્સ્યુલમાં ગયેલી ટીમ સાથે તેઓ ફલોરિકાના દરિયાકાંઠે ઉતરણ કરશે. જેનું જીવંત પ્રસારણ થશે.
છેલ્લા નવ મહિનાથી વધુ સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પર ફસાયેલી સુનિતા વિલિયમ્સના પરત ફરવા અંગે સારા સમાચાર આવ્યા છે. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)એ રવિવારે જણાવ્યું હતું કે સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બુચ વિલ્મોર ૧૮ માર્ચ મંગળવારની સાંજે પૃથ્વી પર પાછા ફરશે.
રવિવારે સ્પેસએક્સનું અવકાશયાન ક્રૂ-૧૦ બે અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા લાવવા માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચ્યું હતું. આ પછી ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ માટે ઘરે પાછા ફરવાનો માર્ગ ખુલ્યો હતો.
નાસાએ ગઈકાલે સાંજે એક નિવેદન જારી કરીને કહૃાું કે ક્રૂ-૧૦નું સમુદ્રમાં સ્પ્લેશડાઉન મંગળવારે સાંજે લગભગ ૫:૫૭ વાગ્યે થશે. એટલે કે સુનિતા વિલિયમ્સ ૧૯ માર્ચે ભારતીય સમય મુજબ સવારે ૩:૩૦ વાગ્યે પૃથ્વી પર પરત ફરશે.
અગાઉ તેમના પરત ફરવાનો સમય બુધવારનો નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, હવામાનનો અંદાજ કાઢયા પછી, તે વહેલું નક્કી કરવામાં આવ્યું છે. નાસાએ કહૃાું છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાસાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તે એજન્સીના સ્પેસએક્સ ક્રૂ-૯ ના આઈએસએસ પરથી પૃથ્વી પર પાછા ફરવાનું જીવંત પ્રસારણ કરશે. આ કાર્યક્રમ સોમવાર, ૧૭ માર્ચના રોજ રાત્રે ૧૦:૪૫ વાગ્યે શરૂ થશે, એટલે કે, ભારતમાં ૧૮ માર્ચના રોજ સવારે ૮:૩૦ વાગ્યે. તે ડ્રેગન અવકાશયાનના હેચ ક્લોઝર માટેની તૈયારીઓથી શરૂ થશે. નિક હેગ અને રોસકોસ્મોસ અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ, જેઓ સુનિતા અને બુચ વિલ્મોરને લાવવા માટે આઈએસએસ ગયા હતા, તેઓ પણ ડ્રેગન કેપ્સ્યુલ પર પાછા ફરશે
ઉલ્લેખનિય છે કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જૂન ૨૦૨૪માં બોઇંગ સ્ટારલાઇનરમાં અવકાશમાં પહોંચ્યા હતા. આ મિશન ફક્ત એક અઠવાડિયા માટે હતું. જોકે, અવકાશયાનમાં ખામી સર્જાવાને કારણે તેમનું પરત ફરવાનું મુલતવી રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન, સુનિતા વિલિયમ્સના સ્વાસ્થ્ય અંગે પણ ઘણી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
જોકે, હવે તે સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફરી રહી છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે અવકાશમાં ૨૮૪ દિવસ વિતાવ્યા છે. આવી સ્થિતિમાં, બંનેને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અવકાશમાં લાંબા સમય સુધી શૂન્ય ગુરુત્વાકર્ષણ અને ઉચ્ચ કિરણોત્સર્ગમાં રહેવાથી હાડકાં નબળા પડવા, દૃષ્ટિ પર અસર અને શરીરનું સંતુલન ગુમાવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. રેડિયેશન કેન્સર અને ચેતાતંત્રની સમસ્યાઓનું કારણ બની શકે છે. ઉપરાંત, રોગપ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો થઈ શકે છે. તેઓ પૃથ્વી પર પરત ફરે તે પછી પણ તેઓની સામે ઘણાં પડકારો હશે.
અંતરીક્ષમાં લાંબો સમય રહેવા છતાં
સુનિતા વિલિયમ્સને નહીં મળે ઓવર ટાઈમ કે વધારનુ ભથ્થુ
નવી દિલ્હી તા. ૧૭: નાસાના નિવૃત્ત અવકાશયાત્રી કેડી કોલમેનના જણાવ્યા અનુસાર, અવકાશયાત્રીઓને ઓવરટાઇમ પગાર મળતો નથી. તેઓ સંઘીય કર્મચારીઓ હોવાથી, અવકાશમાં વિતાવેલા સમયને સામાન્ય સરકારી મુસાફરીની જેમ ગણવામાં આવે છે. આ સમય દરમિયાન, તેઓ નિયમિત પગાર મેળવતા રહે છે અને નાસા તેમનો જીવન ખર્ચ ઉઠાવે છે.
જો કે, તેમને દૈનિક ભથ્થું પણ મળે છે, જે આશરે રૂ. ૩૪૭ પ્રતિ દિવસ છે. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર જીએસ-૧૫ પે ગ્રેડમાં આવે છે. ફેડરલ કર્મચારીઓ માટે આ ઉચ્ચતમ સ્તર છે. આ ગ્રેડના કર્મચારીઓને ૧.૦૮ કરોડથી ૧.૪૧ કરોડ રૂૂપિયાની વચ્ચે વાર્ષિક પગાર મળે છે. આઈએસએસ પર ૯ મહિનાના રોકાણ માટે, તેને ૮૧ લાખથી ૧.૦૫ કરોડ રૂપિયાની વચ્ચે અંદાજિત પગાર મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial