Advertisement
Author: નોબત સમાચાર

તેજસ્વી ગરીબ વિદ્યાર્થીઓને મદદ માટે ધોરણ ૮ થી ચાર વર્ષ સુધી અપાશે શિષ્યવૃત્તિઃ પહેલી જાન્યુ.થી ફોર્મ ભરાશે

ડ્રોપ આઉટ રેસિયો ઘટાડવો અને

શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધો. ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ નામની યોજના ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા અમલમાં મુકવામાં આવી છે. આ માટેની પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવનાર છે.

પરીક્ષાના આવેદનપત્રો વેબ-સાઈટ પર તા. ૧-૧-૨૫થી ૧૧-૧-૨૫ દરમ્યાન ઓનલાઈન ભરવાનું રહેશે. પરીક્ષા માટેની ફી તા. ૧ થી ૧૩ જાન્યુઆરી સુધી ભરી શકાશે. તથા તા. ૧૬-૨-૨૫ના પરીક્ષા લેવામાં આવશે. પરિક્ષા પછી જિલ્લાવાર, કેટેગરીવાર નિયત કવોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ.૧૦૦૦ લેખે વાર્ષિક રૂ.૧૨૦૦૦ મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે. રાજયનો કુલ કવોટા ૫૦૯૭ વિદ્યાર્થીનો છે. શિષ્યવૃત્તિની રકમ લાભાર્થી વિદ્યાર્થીના બેન્ક ખાતામાં જમા થશે.

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધો. ૮માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ, જિ.પંચા., મહાનગર પાલિકા, નગર-પાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે.

જનરલ, ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ ધો. ૭માં ૫૫ ટકા અને એસ.સી. તથા એસ.ટી. વિદ્યાર્થીએ ધો. ૭માં ૫૦ ટકા ગુણ મેળવેલ હોવા જોઈએ. ખાનગી શાળા, પ્રાઈવેટ, સેલ્ફ ફાઈનાન્સ કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય અને કેન્દ્ર/ રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાઓને વિદ્યાર્થીઓ આવેદનપત્રો ભરી શકશે નહીં. આ માટે વાર્ષિક બાળક મર્યાદા રૂ.૩ લાખ ૫૦ હજાર રાખવામાં આવી છે. જનરલ, ઈ.ડબલ્યુ.એસ તથા ઓબીસી વિદ્યાર્થીઓ માટે ફી રૂ. ૭૦ પીએચ, એસ.સી. એસ.ટી. વિદ્યાર્થી માટે ફી રૂ. ૫૦ (સર્વિસ ચાર્જ અલગ) રાખવામાં આવી છે. ક્રેડીટ કાર્ડ, એટીએમ કાર્ડ, નેટ બેંકિગથી પણ ફી ભરી શકાશે. અરજીપત્રો ભરવામાં કોઈ મુશ્કેલી નડે તો વેબસાઈટમાં આપવામાં આવેલ ફોન નંબર પર સંપર્ક કરવા રાજય પરીક્ષા બોર્ડના અધ્યક્ષની યાદીમાં જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh