Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલથી યુપીઆઈ દ્વારા રૂ.પાંચ હજારના બદલે એક'દિમાં રૂ. દસ હજાર મોકલી શકશે

આજે પૂરી થતી મુદ્દત નહીં વધે તો

મુંબઈ તા. ૩૧: ગુગલ પે, ફોન પે જેવી યુપીઆઈ એપના ૧ જાન્યુઆરીથી નિયમો બદલાશે. નવા વર્ષમાં યુઝર્સને યુપીઆઈ પેમેન્ટ કરવા માટે પહેલા કરતા વધુ લિમિટ મળશે તેમજ યુપીઆઈ સર્કલ ફીચર પહેલા કરતા વધુ એપ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

યુપીઆઈ પેમેન્ટ કરનારાઓ માટે ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી માત્ર વર્ષ જ નહીં, પરંતુ ઘણા નિયમો પણ બદલાવાના છે. યુપીઆઈ પેમેન્ટ કરવામાં યુઝર્સને વધુ સુવિધા આપવા માટે આરબીઆઈએ નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે યુપીઆઈના વિવિધ મોડ્સ માટે ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે, જે ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી લાગુ કરવામાં આવશે. યુઝર્સ હવે પહેલા કરતા વધુ પૈસા યુપીઆઈ દ્વારા મોકલી શકશે. આરબીઆઈએ ફીચર ફોન યુઝર્સ માટે લાવવામાં આવેલી યુપીઆઈ સર્વિસ યુપીઆઈ ૧૨૩પેની ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાનો નિર્ણય કર્યો છે. આ માટે ૩૧મી ડિસેમ્બર ૨૦૨૪ સુધીની સમયમર્યાદા આપવામાં આવી હતી. જો આ સમયમર્યાદા વધારવામાં નહીં આવે તો નવા વર્ષ પર  વપરાશકર્તાઓ યુપીઆઈ ૧૨૩પે દ્વારા ૫,૦૦૦ રૂપિયાને બદલે એક દિવસમાં ૧૦,૦૦૦ રૂપિયા સુધીની ચુકવણી કરી શકશે. યુપીઆઈ૧૨૩પે દ્વારા વપરાશકર્તાઓ કોઈપણ અન્ય યુપીઆઈ વપરાશકર્તાઓને ૧૦,૦૦૦ રૂપિયા સુધી મોકલી શકશે.

જો કે, હાલમાં ઁર્રહીઁી, ઁટ્ઠઅંદ્બ, ય્ર્ર્ખ્તઙ્મીઁટ્ઠઅ જેવી સ્માર્ટફોન એપ્સ દ્વારા યુપીઆઈ પેમેન્ટ કરવા માટે ટ્રાન્ઝેક્શન લિમિટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. યુઝર્સ એક દિવસમાં વધુમાં વધુ ૧ લાખ રૂપિયા સુધી જ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરી શકે છે.

જોકે મેડિકલ ઈમરજન્સી વગેરે માટે મર્યાદા વધારીને ૫ લાખ રૂપિયા કરવામાં આવી છે. આ વર્ષે શરૂ કરવામાં આવેલી યુપીઆઈ સર્કલ સેવા નવા વર્ષમાં મ્ઁૈંસ્ સિવાયના યુપીઆઈ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલમાં, ભીમ એપનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓને યુપીઆઈ સર્કલની સુવિધા મળે છે. આમાં વપરાશકર્તાઓ તેમના પરિવારના સભ્યો અથવા મિત્રોને તેમના વર્તુળમાં સોંપેલ ચુકવણી માટે ઉમેરી શકે છે.

યુપીઆઈ સર્કલમાં ઉમેરાયેલા સેકન્ડરી યુઝર્સ બેંક ખાતા વગર પણ યુપીઆઈ પેમેન્ટ કરી શકશે. આ માટે દરેક ચુકવણી માટે પ્રાથમિક વપરાશકર્તાઓની મંજૂરીની જરૂર પડશે અથવા પ્રાથમિક વપરાશકર્તાઓ તેમના ગૌણ વપરાશકર્તાઓ માટે મંજૂરી વિના યુપીઆઈ ચુકવણી માટે મર્યાદા સેટ કરી શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh