Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આગામી તા. ૩જી જાન્યુઆરીએ
જામનગર તા. ૩૧: સંસદના સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતના બંધારણના ઘડવૈયા, ભારતરત્ન ડો. બાબા સાહેબ આંબેડકર અંગે અપમાનજનક ઉચ્ચારણો કરતાં સમગ્ર દેશમાં દલિત સમાજ સહિત ઉગ્ર વિરોધ વંટોળ પેદા થયો છે.
જામનગરના બૌદ્ધ સમાજ તથા યુવા દલિત સમાજ દ્વારા આગામી તા. ૩-૧-૨૦૨૫ના દિને સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી લાલ બંગલા સર્કલમાં ડો. આંબેડકરની પ્રતિમા ચોકમાં ધરણાં- વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ત્યાંથી આક્રોશ રેલી યોજાશે અને આવેદનપત્ર આપવામાં આવશે.
જામનગર બૌદ્ધ સમાજના પ્રમુખ મિલિન્દકુમાર મકવાણાના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ડો. આંબેડકરનું નામ લઈ રાજય સભામાં કહ્યું કે માન્યવર, અભી એક ફેશન હો ગઈ હૈ... આંબેડકર.... આંબેડકર... આંબેડકર.
ઈતના નામ અગર ભગવાન કા લેતે તો આપકો સ્વર્ગ પ્રાપ્ત હોતા... આવું નિવેદન દેશના એક જવાબદાર ગૃહમંત્રી કરે તે નિંદનીય છે. શું બાબાસાહેબનુ નામ લેવાથી નર્ક પ્રાપ્ત થાય છે ? શું ડો. આંબેડકર કોઈ એક ફેશનનું નામ છે ? દેશના એક મહાન પુરૂષનું આ રીતે હળહળતુ અપમાન તેના જ દેશના ગૃહમંત્રી કરી શકે ?
આ ભાજપની ષડયંત્રકારી સોચી સમજી સાજીસ છે. ડો. આંબેડકરની ગરિમાને નીચી બતાવવાનો હીન પ્રયાસ થયો છે. દેશના દલિતો, શોષિતો, પીડિતો, નારીઓના એક માત્ર ઉદ્ધારક નેતા ડો. આંબેડકરનું અપમાન થયું હોવાથી દલિતો આસ્થાને ભારે ઠેસ પહોંચી છે, જે દલિતો કોઈપણ સંજોગોમાં સહન ન જ કરી શકે.
આથી અમીત શાહ જાહેરમાં માફી માંગે અથવા તેમના પદ પરથી તાકિદે રાજીનામું આપે તેવી માંગણી સાથે ધરણાં- આવેદન તથા આક્રોશ રેલી યોાજાનાર છે. જેમાં દલિત સમાજ, બૌદ્ધ સમાજ તથા આંબેડકરવાદ્દી ભાઈઓ-બહેનોને મોટી સંખ્યામાં ઉમટી પડવા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial