Advertisement
Author: નોબત સમાચાર

હવે એનઈએફટી અને આરટીજીએસમાં પણ લાભાર્થીનું નામ ચડાવવાની સુવિધા થશે ઉપલબ્ધ

યુપીઆઈ અને આઈએમપીએસની જેમ

મુંબઈ તા. ૩૧: યુપીઆઈ અને આઈએમપીએસ જેવી પેમેન્ટ સિસ્ટમની જેમ જ હવે આરટીજીએસ તથા એનઈએફટીમાં પણ લાભાર્થીનું નામ ચકાસવાની સુવિધા ઉપલબ્ધ થશે, તેમ જાણવા મળે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓનલાઈન ફંડ ટ્રાન્સફરને સુરક્ષિત અને સચોટ બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક મોટું પગલું ભર્યું છે.

આરબીઆઈએ માહિતી આપી હતી કે એપ્રિલ ર૦રપ સુધીમાં નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરતી તમામ બેંકો ગ્રાહકોને લાભાર્થીના ખાતાના નામની ચકાસણી કરવાની સુવિધા પૂરી પાડશે. ફંડ ટ્રાન્સફરમાં થતી ભૂલો રોકવા અને છેતરપિંડી રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

મહત્ત્વનું છે કે, હાલમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈનટરફેસ અને તાત્કાલિક ચૂકવણી સેવા જેવી પેમેન્ટ સિસ્ટમ્સમાં લાભાર્થીનું નામ ચકાસવાની સુવિધા પહેલેથી જ ઉપલબ્ધ છે. હવે આ સુવિધા નીટ અને આરટીજીએસ માટે લાગુ કરવામાં આવશે. આ પ્રક્રિયા બેંકના કોર બેન્કીંગ સોલ્યુશન દ્વારા કરવામાં આવશે. જે ખોટા ખાતાઓમાં રકમ જતી રહેવાનું જોખમ ઘટાડશે અને છેતરપિંડીના કેસોને અટકાવશે.

આરબીઆઈના જણાવ્યા મુજબ લાભાર્થીના એકાઉન્ટ નંબર અને રેમિટર દ્વારા દાખલ કરવામાં આવેલ આઈએફ-એસસી કોડના આધારે ખાતાધારકનું નામ લાભાર્થી બેંકના સીબી-એસમાંથી મેળવવામાં આવશે. પૈસા ટ્રાન્સફર કરનાર વ્યક્તિને આ નામ બતાવવામાં આવશે, જેથી તે પુષ્ટિ કરી શકે કે આપેલી માહિતી સાચી છે. જો કોઈ ટેકનિકલ કારણોસર ખાતાનું નામ પ્રદર્શિત ન થાય તો તે રકમ જમા કરનાર નિર્ણય લઈ શકે છે.

આરબીઆઈએ એ પણ સુનિશ્ચિત કર્યું છે કે વિવાદની સ્થિતિમાં રેમિટર બેંક અને લાભાર્થી બેંક અનન્ય લુકઅપ સંદર્ભ નંબર અને સંબંધિત લોગનો ઉપયોગ કરીને વિવાદનું નિરાકરણ કરે. આરબીઆઈનું આ પગલું ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને વધુ સુરક્ષિત અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. આનાથી ફંડ ટ્રાન્સફરમાં ભૂલોની શક્યતા ઓછી થશે અને ગ્રાહકોનો વિકાસ પણ વધશે. બેંકો અને પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોએ હવે સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ આ નવી સુવિધાને સમયસર લાગુ કરે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh