Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રપતિપદના શપથ પહેલા જ યૌનશોષણ કેસમાં
વોશિંગ્ટન તા. ૩૧: રાષ્ટ્રપતિપદે શપથ પહેલા જ ટ્રમ્પને મોટો ફટકો પડ્યો છે. યૌન શોષણ કેસમાં કોર્ટે દોષિત ઠેરવતા પાંચ મિલિયન ડોલર ચૂકવવા પડશે.
અમેરિકામાં ર૦ જાન્યુઆરીએ સત્તા પરિવર્તન થવા જઈ રહ્યું છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પદના શપથ લેશે, પરંતુ તે પહેલા તેને ફેડરલ અપીલ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. યૌન શોષણ કેસમાં ટ્રમ્પે કોર્ટમાં માફી માટે અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે.
ટ્રમ્પને દોષિત ઠેરવવાનો અને તેમના પર દંડ લાદવાનો નિર્ણય અકબંધ રહેતા હવે ટ્રમ્પે માનહાનિ અને યૌન દુર્વ્યવહારના મામલામાં પ મિલિયન ડોલરનો દંડ ભરવો પડશે.
ઉલ્લેખનિય છે કે, ૧૯૯૬ ના આ કેસમાં કોર્ટે ટ્રમ્પને દોષિત ઠેરવ્યા છે. ટ્રમ્પને એક હાઈ-એન્ડ ડિપાર્ટમેન્ટલ સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં કટાર લેખક સાથે યૌન શોષણ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. બીજી યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે જણાવ્યું હતુંકે, મેનહટન જ્યુરીના ચૂકાદાને રદ્ કરવામાં આવશે નહીં. ઈ.જી. જીન કેરોલને બદનામ કરવા અને જાતિય હુમલો કરવા બદલ ટ્રમ્પે ૫ાંચ મિલિયનનો દંડ ભરવો પડશે.
આ કેસની વિગત એવી છે કે કોલમ લખનાર પીડિતાએ ર૦ર૩ માં ટ્રાયલ દરમિયાન જુબાની આપી હતી કે, ૧૯૯૬ માં એક મૈત્રીપૂર્ણ મિટિંગ દરમિયાન ટ્રમ્પ હિંસક બની ગયા હતાં અને સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં ઘૂસ્યા હતાં, જો કે ટ્રમ્પ આ વાતને નકારી રહ્યા છે. જ્યુરીએ આ વર્ષની શરૂઆતમાં ફોલો-અપ ટ્રાયલ દરમિયાન જુબાની બાદ ૮૩.૩ મિલિયન ડોલરનો દંડ લાદ્યો હતો.
વર્ષ ૧૯૯૬ ની આ ઘટના ઉપરાંત કોર્ટે પોર્ન સ્ટાર સ્ટોમીં ડેનિયલ્સ સાથે જોડાયેલા કેસમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ દોષિત ઠેરવ્યા હતાં. એક તરફ ટ્રમ્પ ર૦ જાન્યુઆરી ર૦રપ ના બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે અને બીજી તરફ યુએસ ફેડરલ અપીલ કોર્ટમાં તેમની અપીલો ફગાવી દેવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial