Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મનોદિવ્યાંગોના સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૫માં
દ્વારકા તા. ૧૧: મનોદિવ્યાંગો માટેના સ્પેશ્યલ ખેલ મહાકુંભ-૨૦૨૫ માં દ્વારકાના રાધે ડીફરન્ટલી એબલ્ડ સંસ્થાના ૧૪ તારલાઓ ૧૩ ગોલ્ડ, ૯ સિલ્વર તથા ૮ બ્રોન્ઝ સાથે જિલ્લા કક્ષાએ ઝળકયા હતા.
તાજેતરમાં નંદાણામાં યોજાયેલ મનો દિવ્યાંગ બાળકો માટેના જિલ્લા કક્ષાના સ્પેશ્યલ ખેલ મહાકુંભ-૨૦૨૫માં દ્વારકાની રાધે ડીફરન્ટલે એબલ્ડ સંસ્થાના વિદ્યાર્થીઓએ અદ્વિતીય સિદ્ધિ હાંસીલ કરી છે.
શાળાના ૧૨ વિદ્યાર્થીઓ તથા ૨ વિદ્યાર્થીનીઓ મળી કુલ ૧૪ બાળકો વચ્ચે ૩૦ જેટલા મેડલ જીતવાનો કીર્તિમાન હાંસિલ કર્યો છે જેમાં કુલ ૧૩ ગોલ્ડ, ૯ સિલ્વર તથા ૮ બ્રોન્ઝ મેડલ સંસ્થાના બાળકોએ મેળવવાની સિદ્ધિ હાંસિલ કરી છે. જે પૈકી ૧૧ બાળકો સ્ટેટ લેવલની સ્પર્ધા માટે કવોલીફાય થયા છે. વિદ્યાર્થીઓની સિદ્ધિ બદલ બાળકો સહિત સંસ્થાના રસીકભાઈ છાયા તથા સ્ટાફગણને ચોમેરથી પ્રશંસા પ્રાપ્ત થઈ રહી છે.
સમગ્ર આયોજનમાં જિલ્લા રમત ગમત અધિકારી પ્રજાપતિની આગેવાનીમાં વિપુલભાઈ ઓઝા, કન્વીનર નરેન્દ્રભાઈ ઘઉંવા, કમલેશભાઈ વૈષ્ણવ, વિજયભાઈ વારોતરીયા વગેરેએ જહેમત ઉઠાવી બાળકોને ઉત્સાહિત કરી સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું. ટાટા કંપની તરફથી દરેક ખેલાડીઓને મેડલ અપાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial