Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા રપમા સમૂહલગ્નનું ભવ્ય આયોજન

આગામી તા. બીજી માર્ચે

જામનગર તા. ૧૧: જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા રાજપૂત સમાજના રપ મા સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન તા. ર-૩-ર૦રપ ના દિને ગાંધીનગર રોડ, રેલવે સ્ટેશનની બાજુમાંથી કષ્ટભંજન હોલ કમ્પાઉન્ડમાં કરવામાં આવ્યું છે.

આ સમૂહલગ્નોત્સવના આયોજન અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સમિતિના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચુડાસમા તથા સલાહકાર પ્રવિણસિંહ જે. જાડેજાએ આયોજનની વિગતો રજૂ કરી હતી.

વર્ષ ર૦૦૦ માં રાજપૂત સમાજના અગ્રણીઓ પૂર્વ મેયર કનકસિંહ જાડેજા, ઉદ્યોગપતિ સરદારસિંહ જાડેજા, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા સમાજના અગ્રણી ભરતસિંહ સમૂહલગ્ન સમિતિ દ્વારા રાજપૂત સમાજના અન્ય નાના-મોટા સંગઠનોના સહકારથી દર વર્ષે રાજપૂત સમાજના સમૂહલગ્ન યોજાઈ રહ્યા છે. આ વર્ષે રપ મો સમૂહલગ્નોત્સવ ઉજવવામાં આવશે, જેમાં ૨૦ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે.

આ સમૂહલગ્નોત્સવ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તથા રાજ્યસભાના સંસદસભ્ય શક્તિસિંહ ગોહિલ, ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહેશે. સાળંગપુર ધામના પૂ. આર્યનભગત આશીવર્ચન પાઠવશે. અતિથિવિશેષ તરીકે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા રાજપૂત સેવા સમાજના પ્રમુખ પી.એસ. જાડેજા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા જાડેજા), ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. ગત્ વર્ષે સમૂહલગ્નોત્સવમાં સમૂહ ભોજનના મુખ્ય દાતા રિવાબા જાડેજાએ તથા તે અગાઉ સતત દસ વર્ષ સુધી પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ આર્થિક સહયોગ આપ્યો હતો. આ વર્ષે સમૂહભોજનના દાતા તરીકે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા જાડેજા) એ આર્થિક સહયોગ આપ્યો છે, જ્યારે અન્ય મુખ્ય દાતા તરીકે હાલાર વેલફેર ટ્રસ્ટના ચેરપર્સન કુ. એકતાબા સોઢાએ સહયોગ આપ્યો છે.

આ વર્ષે સમૂહલગ્નમાં જોડાનાર દંપતીને ટીવી, સોના-ચાંદીના આભૂષણો, ઘરવપરાશના ઉપકરણો મળી અંદાજે સવાલાખ રૂપિયાનો કરિયાવર આપવામાં આવશે જે માટે સમાજના વિવિધ દાતાઓનો સહકાર મળ્યો છે.

તા. ર-૩-ર૦રપ ના સવારે ૬ વાગ્યે ફૂલેકુ, ૮ વાગ્યે જાન આગમન, ૯ વાગ્યે હસ્તમેળાપ, ૧૦ વાગ્યે સત્કાર સમારંભ તથા ૧૧-૩૦ વાગ્યે સમૂહભોજન યોજાશે.

આ પત્રકાર પરિષદમાં સમૂહલગ્ન સમિતિના ભરતસિંહ એન. જાડેજા, મહિપતસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ વાળા, દિલીપસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ગજુભા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

સમૂહલગ્ન સમિતિ દ્વારા કોમ્પ્યુટર વર્ગ, બહેનો માટે સિવણ વર્ગ ચલાવવામાં આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. રાજપૂત સમાજના વિધવા બહેનોને જીવનજરૂરી વસ્તુની કીટનું વિતરણ કરવામાં આવે છે. સર્વરોગ નિદાન કેમ્પ, વ્યસન મુક્તિના કાર્યક્રમો વગેરે યોજવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh