Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મ્યુનિ. કમિશનરે સૂચવેલા ૧૧.૮૪ કરોડના કરવધારામાં કાપ મૂકાયોઃ
જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની ગઈકાલે સાંજે બેઠક મળી હતી. જેમાં કમિશનર દ્વારા સૂચવાયેલ રૂ. ૧૧.૮૪ કરોડના કર-દર વધારાના દરખાસ્ત ઉપર કાપ મૂકવામાં આવ્યો હતો અને રૂ. ૪.રપ કરોડનો વધારો મંજુર કરવામાં આવ્યો છે. પાણી દરમાં ૧૦૦ રૂપિયાનો વધારો માન્ય રખાયો છે.
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગત્ સાંજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ૧૦ સભ્યો ઉપરાંત ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની,સી. કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મળ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
ગત્ તા. ૩૦-૧ર-ર૦ર૪ ના કમિશનર દ્વારા રૂ. ૧૪૯૩ લાખના ખર્ચવાળું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. ૧૧.૮૪ કરોડના કરદર વધારાની દરખાસ્તો રજૂ કરી હતી. આ દરખાસ્તમાં સ્ટેન્ડીંગ કમિટી દ્વારા કાપ મૂકવામાં આવ્યો છે અને રૂ. ૪ કરોડ રપ લાખનો વધારો માન્ય રખાયો હતો.
વ્હીકલ ટેક્સમાં અડધા ટકાનો વધારો સૂચવાયો હતો જેને નામંજુર કરવામાં આવ્યો છે, જો કે પાણી વેરો વાર્ષિક રૂ. ૧૩૦૦ ના બદલે ૧૦૦ ના વધારા સાથે રૂ. ૧૪૦૦ નો સૂચવાયો હતો. જે માન્ય રખાયો છે. જેમાં સીમ વિસ્તારનો પાણી ચાર્જ રૂ. ૬પ૦ ના બદલે રૂ. ૭૦૦ નો અન્ય સરચાર્જ અલગ કેટેગરીમાં ૧૦ થી ૧પ ટકાનો વધારો મંજુર કરાયો છે. સોલીડ વેસ્ટ કલેક્શન ચાર્જનો વધારો માન્ય રખાયો છે.
એન્વાયરનમેન્ટ ઈમ્પ્રમેન્ટ/ ગ્રીપ/ચાર્જ, ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન ચાર્જ, ફાયર ચાર્જમાં કર-દર વધારો અંશતઃ માન્ય રખાયો છે. દવાખાના કેસ ફી વધારો રદ્ કરાયો છે, પરંતુ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સેવા ચાર્જમાં દર્શાવાયેલ ચાર્જ સંપૂર્ણપણે માન્ય રાખવામાં આવ્યો છે. તેવી જ રીતે ફૂડ ટેસ્ટીંગ ચાર્જ પણ મંજુર કરવામાં આવ્યો છે.
રણમલ તળાવ, એમ્યુઝમેન્ટ પાર્ક, રણજીતસાગર પાર્ક, સિટી મ્યુઝિયમમાં એન્ટ્રી ફી નો વધારો ફગાવી દેવાયો છે. તેવી જ રીતે મ્યુઝિકલ, ફાઉટન્ટ લેઝર-શો, જોગીંગ/ વોકીંગ પાસ, સ્ટ્રીટ લાઈટ યુસેજ ચાર્જનો વધારો નામંજુર કરવામાં આવ્યો છે.
આમ કમિશનરે કુલ રૂ. ૧૧.૮૪ કરોડનો વધારો સૂચવ્યો હતો તેમાંથી રૂ. ૪.રપ કરોડનો વધારો માન્ય રાખવાની મંજુરી આપવામાં આવી છે.
વર્ષ ર૦૦૬ પહેલાના મિલકત-પાણી વેરાના બીલની વ્યાજની રકમમાં ૧૦૦ ટકા વ્યાજમાફીની મુદ્ત વધારવા નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યારે રીબેટ યોજનાનો લાભ ૩ વર્ષની યોજના મુજબ આપવા નિર્ણય કરાયો છે.
આમ સુધારા-વધારા સાથેનું બજેટ મંજુર કરી તેને સામાન્ય સભા તરફ મંજુરી માટે મોકલી આપવામાં આવ્યું છે. હવે આગામી તા. ૧૯ અને બુધવારે મળનારી સામાન્ય સભામાં બજેટ અંગે ચર્ચા થશે અને ત્યાં મંજુરી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial