Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય મહિલાએ પણ નોંધાવી વળતી રાવઃ
જામનગર તા.૧૧: જામનગર નજીકના દરેડમાં રહેતા એક મહિલાના પતિ અન્ય મહિલા સાથે રહેવા ચાલ્યા જતા ફરીથી પોતાની સાથે રહેવા આવવાનું કહેવા ગયેલા આ મહિલાને પતિએ માર માર્યાની ફરિયાદ કરાઈ છે. જ્યારે સામાપક્ષે અન્ય મહિલા એ તેણીના પતિ સાથે સંબંધ તોડી નાખવાનું કહી આ મહિલા તથા તેના બે પુત્રએ માર માર્યાની વળતી ફરિયાદ નોંધાવી છે.
જામનગર નજીક દરેડ ગામ પાસે સ્કૂલ સામેની શેરીમાં વસવાટ કરતા ગીતાબેન અશોકભાઈ તંબોલીયા નામના મહિલાએ દરેડ પોલીસચોકી નજીક વસવાટ કરતા પોતાના પતિ અશોક બાબુભાઈ તંબોલીયા સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તેણીનો પતિ અશોક અન્ય મહિલા સાથે રહેવા જતો રહ્યો હતો. તેને ત્યાં ન રહેવા અને પોતાની સાથે રહેવા આવી જવાનું ગઈકાલે બપોરે બાયપાસ નજીક પાનની એક દુકાન પાસે ગીતાબેને કહેતા ઉશ્કેરાયેલા પતિએ ગાળો ભાંડી ફડાકા ઝીંકી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ફરિયાદની સામે દરેડ માં પોલીસચોકી પાસે રહેતા રસીલાબેન ભરત બાવરીયા નામના મહિલાએ વળતી ફરિયાદ કરી છે. જેમાં તેણીએ જણાવ્યા મુજબ અશોક બાબુભાઈ તંબોલીયા પોતાની સાથે રહે છે. ગઈકાલે બપોરે લાલપુર બાયપાસ પાસે રસીલાબેનને રોકી ગીતાબેન તથા અજય અશોક, સુનિલ અશોક તંબોલીયાએ ગાળો ભાંડી ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત પતાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ એક મહિલા સહિત ચાર સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial