Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ માટે કુલ ૧૩૨૮૮ પરીક્ષાર્થી નોંધાયા

કલેક્ટર અને જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષે ઘડ્યો એક્શન પ્લાન

ખંભાળિયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધો. ૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા માટે ૧૩૨૮૮ પરીક્ષાર્થી નોંધાયા છે.

ગુજરાત રાજયમાં આગામી તા. ૨૭-૨-૨૫થી શરૂ થતી ધો. ૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાઓ માટે દ્વારકા જિલ્લામાં પરીક્ષા સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેકટર આર.એમ. તન્નાની આગેવાનીમાં સમિતિના સદસ્ય જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં એકશન પ્લાન તથા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેનું આગોતરા આયોજન હાથ ધરયું છે.

કુલ ૧૩૨૮૮ છાત્રો

પરીક્ષા આપશે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે બોર્ડની પરીક્ષાઓમાં ધો. ૧૦માં ૭૯૫૬ નિયમિત છાત્રો સાથે કુલ ૯૨૪૬ પરીક્ષાર્થીઓ છે જયારે ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૩૩૧ પરીક્ષાર્થીઓ તથા ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૩૭૧૧ કુલ પરીક્ષાર્થીઓ ૩૨૩૭ નિયમિત રહેલા છે.

ધો. ૧૨ સાયન્સની પરીક્ષા કેન્દ્ર ખંભાળિયા તથા મીઠાપુર બે સ્થળે છે જયારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહ મીઠાપુર, ખંભાળિયા, દ્વારકા, ભાણવડ, ભાટીયા, કલ્યાણપુર વિ. સ્થળે છે તો ધો. ૧૦માં આ તમામ સ્થળો ઉપરાંત નંદાણા, જામરાવલ સહિતના સેન્ટરોમાં પણ પરીક્ષા વ્યવસ્થા ગોઠવાય છે.

દ્વારકા જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષશ્રી કલેકટર આર.એમ. તન્નાની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિ પણ બનાવાય છે જેમાં સભ્ય તરીકે જિલ્લા પોલીસ વડા, જિલ્લા શિક્ષણાધિકારી, માન્ય મંડળોના પ્રમુખ મહામંત્રીનો સમાવેશ થાય છે.

જિલ્લામાં રાજય સરકાર તરફથી મળેલ એકશન પ્લાન મુજબ આયોજન પણ થયું છે તથા પરીક્ષા સંદર્ભમાં પરીક્ષા કાર્યમાં જોડાયેલાઓ માટે ટ્રેનીંગ માર્ગદર્શન સાથે જિલ્લામાં કંટ્રોલરૂમ તથા દરેક તાલુકામાં શિક્ષણવિદે દ્વારા કાઉન્સેલીંગની પણ વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવ્યું છે.

પરીક્ષાના તમામ સ્થળો પર સી.સી.ટી.વી. તથા તેનું લાઈવ રેકોર્ડીંગ થાય તે માટે તથા તમામ સ્થળે પરીક્ષાના સમયે વીજપુરવઠો અવિરત જળવાઈ રહે તે માટે તથા પરીક્ષા સ્થળોની આસપાસ લોકોના ટોળા ભેગા ના થાય તે માટે પોલીસ બંદોબસ્ત તથા જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ હેલ્પ લાઈન, રાજયકક્ષાએ હેલ્પ લાઈન તથા માનસિક તાણ અનુભવતા છાત્રો માટે ખાસ મદદરૂપ નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષામાં ચોરી કરનારા તથા તેમને મદદરૂપ થનારા સામે પગલાની જોગવાઈ તથા જે તે વિષયના પ્રશ્નપત્ર દરમ્યાન જે તે વિષયના શિક્ષકોને પરીક્ષા સુપરવિઝનમાં ના રાખવા જેવું આયોજન પણ થયું છે. જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા, એજયુ. ઈન્સ્પેકટર સવદાસ માડમ, વર્ગ-૨ના અધિકારી કમલેશભાઈ પાથર, ગોપાલભાઈ નકુમ વિ. વ્યવસ્થામાં જોડાયા છે. તથા બિલ્ડીંગોની ચકાસણી પણ થઈ છે. તથા મામલતદાર, ડેપ્યુટી કલેકટર વિ. વર્ગ-૨ના અધિકારીઓ દ્વારા પરીક્ષામાં ચેકીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh