Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાન મોદીનું ફ્રાન્સમાં રેડકાર્પેટ સ્વાગત કરાયું

રાષ્ટ્રપતિ મેક્રોને યોજયુ ડિનરઃ આજે એઆઈ સંમેલન પછી અમેરિકા જશે મોદી

પેરિસ તા. ૧૧: વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ફ્રાન્સમાં રેડ કાર્પેટ સ્વાગત થયુ હતુ અને ગાઢ સંબંધોના દર્શન થયા હતાં. પીએમના માનમાં રાષ્ટ્રપતિ મેક્રોને ડિનર યોજયુ હતુ. અને ગળે લગાવી સ્વાગત કર્યુ હતુ આજે એઆઈ શિખર સંમેલન પછી રાત્રે પીએમ મોદી અમેરિકા જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની મુલાકાતે ફ્રાન્સ પહોંચ્યા છે. અહીં તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે 'એઆઈ એક્શન સમિટ'નું સહ-અધ્યક્ષતા કરશે. આ સમયગાળા દરમિયાન તેઓ તેમની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.

ફ્રાન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રેડકાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું. પેરિસમાં છે સમિટના સહ-અધ્યક્ષતા-પદેથી પહેલા સ્વાગત રાત્રિભોજનમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા તેમનું આલિંગન કરીને સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદીએ સોમવારે 'એકસ' પર લખ્યું: પેરિસમાં મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનને મળીને આનંદ થયો.ૅં

પ્રધાનમંત્રીએ રાત્રિ ભોજનમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને પણ મળ્યા. વાન્સ પણ એેઆઈ સમિટમાં હાજરી આપવા માટે ફ્રાન્સમાં છે. વડાપ્રધાન મોદીએ પેરિસમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સાથે વાતચીત કરી હતી. તેમ પણ વડા પ્રધાન કાર્યાલયે એકસ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું.

હોટેલમાં આગમન થતાં ભારતીય સમુદાય દ્વારા વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ એક પોસ્ટમાં કહૃાું, 'પેરિસમાં એક યાદગાર સ્વાગત! ' ઠંડી હોવા છતાં, ભારતીય સમુદાયે આજે સાંજે પોતાનો પ્રેમ દર્શાવ્યો. અમે અમારા વિદેશી સમુદાયના આભારી છીએ અને તેમની સિદ્ધિઓ પર ગર્વ અનુભવીએ છીએ!

ફ્રાન્સ જતા પહેલા પોતાના નિવેદનમાં મોદીએ કહૃાું હતું કે, હું વિશ્વ નેતાઓ અને વૈશ્વિક ટેકનોલોજી સીઈઓનું એક પરિષદ, એઆઈ એક્શન સમિટના સહપ્રઅધ્યક્ષપદ માટે આતુર છું, જ્યાં આપણે સમાવિષ્ટ, સુરક્ષિત અને વિશ્વસનીય રીતે નવીનતા અને વ્યાપક જાહેર હિતને આગળ વધારવા માટે એઆઈ ટેકનોલોજી પ્રત્યે સહયોગી અભિગમ પર વિચારો શેર કરીશું.

મોદી અને મેક્રોન પ્રતિનિધિમંડળ સ્તરે પણ વાતચીત કરશે. આ પછી, બંને ભારત-ફ્રાન્સ સીઈઓ ફોરમને સંબોધિત કરશે. બુધવારે, બંને નેતાઓ પ્રથમ વિશ્વયુદ્ધમાં પોતાના જીવનનું બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મઝારગ્યુસ યુદ્ધ સ્મારકની મુલાકાત લેશે. તેઓ માર્સેલીમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું ઉદઘાટન કરશે.

મોદીની ફ્રાન્સની આ છઠ્ઠી મુલાકાત છે. પીએમ મોદી તેમના બે દેશોના પ્રવાસના બીજા તબક્કામાં ફ્રાન્સથી અમેરિકા જશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh