Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા
જામનગર તા. ૧૧: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઈ આરસી ઓફ આઈસીએઆઈ, કોમર્શિયલ ટેક્સ પ્રેક્ટીશનર્સ એસો. તથા ટેક્સ કન્સલ્ટન્ટ્સ એસો.ના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રિય અંદાજપત્ર સંદર્ભમાં માર્ગદર્શક પોસ્ટ બજેટ સેમિનાર યોજાયો હતો.
ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. નિષ્ણાત વક્તાઓ તરીકે એડવોકેટ વારીસભાઈ ઈસાની, સીએ દિપકભાઈ રીંડાણીએ બજેટની વિવિધ જોગવાઈઓ જીએસટી, ઈનડાયરેક્ટ ટેક્સ, ૧ર લાખ સુધી આવકવેરામાં મુક્તિ, સ્ટાન્ડર્સ ડીડકશન વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત જાણકારી-માર્ગદર્શન આપ્યા હતાં. વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિમાં ભાવિકભાઈ ધોળકિયા, પંકજભાઈ વાધર, ભરતભાઈ ઓઝા, ચેમ્બર પ્રમુખ તથા ઉપપ્રમુખના હસ્તે મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એડવોકેટ વારીસભાઈનો પરિચય મંત્રી અક્ષતભાઈ વ્યાસે તથા સીએ દિપકભાઈ રીંડાણીનો પરિચય કપિલભાઈ સંઘવીએ આપ્યો હતો. સેમિનારમાં ઉપસ્થિતો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના ઉત્તર આપવામાં આવ્યા હતાં. સંચાલન અક્ષતભાઈ વ્યાસે કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial