Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુંભ સહિત બે રાશિના જાતકોને કામની કદર-પ્રશંસા થાય. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી રહે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય. મુલાકાત થાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૬
Taurus (વૃષભ: બ-વ-ઉ)
કૌટુંબિક-પારિવારિક કામ અંગે આપને દોડધામ-શ્રમ જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૮
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કામમાં ઉપરીવર્ગ,સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. બઢતી-બદલીના કામ થાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૧
Cancer (કર્ક: ડ-હ)
નોકરી ધંધે જાવ તો ઘર પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૮
Leo (સિંહ: મ-ટ)
આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં માતૃપક્ષની ચિંતા અનુભવાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૯
Virgo (કન્યા: પ-ઠ-ણ)
નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૮
Libra (તુલા: ર-ત)
આપના કામની સાથે જાહેરક્ષેત્રના, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવું પડે. અન્યનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૭
Scorpio (વૃશ્ચિક: ન-ય)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા ન થાય.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૫-૮
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. અગત્યના કામ અંગે મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૪-૯
Capricorn (મકર: ખ-જ)
આપના કાર્યની સાથે-ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૧
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૬
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. ખર્ચ થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૯