Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાઈ શ્રદ્ધાંજલિ સભા
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી દેશભરમાં ભારે આક્રોશ મળી રહ્યો છે. તો મૃત્યુને ભેટેલા લોકો માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ગઈ સાંજે જામનગરના જોગર્સ પાર્ક પાસે લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના નેજા હેઠળ લાયન્સ ક્લબ ઓફ જામનગર (મેઈન) દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઝોન ચેરમેન રાજેન્દ્ર રાયવડેરા, ડિસ્ટ્રીક્ટ ગવર્નર ભરતભાઈ બાવીસી, નિરવભાઈ વડોદરિયા, મીનાબેન કોટેચા, ગીતાબેન સાવલા, લાયન્સ ક્લબની સંસ્થાઓમાં વેસ્ટના જતિન શાહ, મેઈનના સુરેશ રાડિયા, સેન્ટ્રલના નિર્મળાબેન વડકર, ક્વીનના ધ્રુવીબેન સોમપુરા, રોયલના ગોપાલભાઈ ગોકાણી, ઉપરાંત સંજયભાઈ ખંડેલવાલ, કમલ વ્યાસ, ગોવિંદભાઈ મોરઝરિયા, ઓ.પી. મહેશ્વરી સહિતનાઓ જોડાયા હતાં અને આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial