Advertisement
Author: નોબત સમાચાર

અવેજી સફાઈ કામદારોની પ્રવરતા યાદી મુજબ સિનિયોરીટીને ધ્યાને લઈ નિમણૂક કરવા રજુઆત

જામનગર મહાનગપાલિકામાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગર મહાનગર પાલિકામાં અવેજી સફાઈ કામદારોની યાદી મુજબ સિનિયોરીટીને ધ્યાને લઈને કાયમી સફાઈ કામદારોની ખાલી પડેલ જગ્યા પર નિમણૂક આપવા ભાજપના વોર્ડના ૧૫ના મહિલા કોર્પોરેટર શોભનાબેન પઠાણ તેમજ અખિલ ભારતીય સફાઈ મજકુર કોંગ્રેસના પ્રમુખ હરીશભાઈ ચૌહાણ સમસ્ત વાલ્મિકી સમાજ હાઈ પાવર સંકલન સમિતિના ચેરમેન, વાઈસ ચેરમેન તથા મહામંત્રીની આગેવાની હેઠળ મેયર તથા મ્યુનિ. કમિશનરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રવરતા યાદી સિનિયોરીટી લીસ્ટ મુજબ કાયમી સફાઈ કામદારોના સેટઅપમાં ખાલી પડેલ જગ્યા ભરવા માટે ધોરણસરની પ્રક્રિયા ચાલુ હોય જે અનુસંધાને સિનિયર અવેજી સફાઈ કામદારોના સી.આર. રિપોર્ટ ભરવાની કાર્યવાહી હાથ ધરાયેલ છે.

ખાતાકીય કામગીરીને લઈને સફાઈ કામદારોના હિતશત્રુઓએ તંત્રને ગેરમાર્ગે દોરતું આવેદન પત્ર આપી જેમાં એસ.એસ.આઈ. તરફથી ખોટા સી.આર. રિપોર્ટ ભરવા સિનિયોરીટી મુજબના ક્રમમાં ફેરફાર કરેલ વિગેરે મનઘડત આક્ષેપો કરી તંત્ર અને સફાઈ કામદારોને ગેરમાર્ગે દોરેલ છે અને હવનમાં હાડકા નાખવા જેવું કામ કરેલ છે.

આ પ્રવરતા યાદી મુજબ મહાનગર પાલિકા દ્વારા અવેજી સફાઈ કામદારોની પ્રવરતા યાદી મુજબ વખતો વખત કાયમી સફાઈ કામદારોના સેટઅપમાં ખાલી પડેલ જગ્યા ઉપર નિમણૂક આપવામાં આવેલ છે. જે પ્રવરતા યાદી મુજબ રેગ્યુલર ક્રમાંક મુજબ છેલ્લે આપવામાં આવેલ નિમણૂક મુજબ છેલ્લા ક્રમમાં ૪૨૯-પુનાણી કિરણબેન ગોપાલભાઈનો ઓર્ડર નીકળેલ અને હવે પછી પ્રવરતા યાદી મુજબ ખાલી પડેલ સેટઅપ પૂરૂ કરવામાં આવે તો પ્રવરતા યાદી ક્રમાંક-૪૩૦ ક્રમથી નિમણૂક આપવાની કાર્યવાહી કરવાની થાય છે.

આથી લેભાગુ લોકોએ તેઓના પર્સનલ મોબાઈલમાં ખોટા ક્રમાંકથી સફાઈ કામદારોને ગેરમાર્ગે દોરતી પ્રવરતા યાદી લીસ્ટ વોટસએપ દ્વારા પ્રસિદ્ધ કરી, ખોટા આવેદન પત્રો પાઠવીને ગેરમાર્ગે દોરવા ખાતર ખોટી તપાસની માંગણી કરી જે અવેજી સફાઈ કામદારોને આગામી સમયમાં કાયમી થવાના લાભો મળવાના હોય તેમાં વિક્ષેપો નાખી અવેજી કામદારોને લાભોથી વંચિત રાખવાના ખોટા કારસ્તાન છે.

આવા લોકોએ રજુ કરેલા કહેવાતા પુરાવાઓ અને ઓફિસ રેકર્ડ તપાસવામાં આવે તો ખ્યાલ આવી જશે કે ખોટે ખોટા ઉભા કરવામાં આવેલા પુરાવાઓ છે અને આની પાછળ તેઓનો કોઈ મલીન ઈરાદો છે. આથી આવા લેભાગુ લોકોની મેલી મુરાદો સફળ ન થાય તે ધ્યાને લઈ અવેજી સફાઈ કામદારોનું આખરી પ્રવરતા સિનિયોરીટી લીસ્ટ ધ્યાને લઈ વહેલી તકે ખાલી પડેલ કાયમી સેટઅપની જગ્યા પર ક્રમશઃ આવેજી સફાઈ કામદારોને નિમણૂક આપી સેટઅપ પૂરૂ કરવા માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh