Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અજાણી મોટરમાં મુસાફર તરીકે બેસતા પહેલાં ચેતજો...
જામનગર તા.૧૧: જામનગરના ઠેબા ગામથી થાવરીયા ગામ વચ્ચે શનિવારે બપોરે ખાનકોટડા ગામના એક આસામીના રૂ.૧૦ હજાર લૂંટી લેવાયા છે. અજાણી મોટરમાં મુસાફર તરીકે બેસેલા આ આસામીને રકમ લૂંટી ડ્રાઈવર સહિતના ચાર શખ્સે થોડે આગળ જઈ ઉતારી મૂક્યા હતા.
કાલાવડ તાલુકાના ખાન કોટડા ગામમાં રહેતા દિનેશગર ખીમગર ગોસ્વામી નામના આસામીએ શનિવારે સવારે જામનગરથી કાલાવડ વચ્ચેના માર્ગ પર ઠેબા ગામથી થાવરીયા ગામ વચ્ચે લૂંટાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદમાં દિનેશભાઈએ જણાવ્યા મુજબ શનિવારે સવારે પોતાના કામસર ખાન કોટડાથી જામનગર આવ્યા પછી અગિયારેક વાગ્યે પોતાના ગામ પરત જવા માટે ઠેબા ચોકડી પાસે આવી પહોેંચ્યા હતા. જ્યાં તેઓ વાહનની રાહ જોતા હતા ત્યારે સફેદ રંગની કીયા કંપનીની એક મોટર આવી હતી. તેમાં બેસેલા ડ્રાઈવર સહિતના ચાર શખ્સે કઈ બાજુ જવું છે તેમ પૂછ્યા પછી દિનેશભાઈને મોટરમાં બેસી જવા કહ્યું હતું.
ત્યારપછી પાછળની સીટમાં બેસેલા દિનેશભાઈને ગણતરીની સેકન્ડોમાં આ ખાનગી મોટરમાં બેસવાની જરૂર ન હતી તેમ સમજાઈ ગયું હતું. અગાઉથી તે મોટરમાં રહેલા ડ્રાઈવર સહિતના ચાર શખ્સના હાવભાવ પરથી તેઓને આ શખ્સોના ઈરાદા પર શક ઉભો થયો હતો. તે દરમિયાન આગળની સીટમાં આવી જવા આદેશાત્મક ભાષામાં તેઓને કહેવાતા દિનેશભાઈએ સમય સંજોગ પારખી પોતાનો થેલો આગળની સીટ પાસે રાખી આગળ જવાનો પ્રયાસ કર્યાે તે દરમિયાન ડ્રાઈવરની બાજુમાં બેસેલા શખ્સે તેમના થેલા પર પોતાનો થેલો રાખી દિનેશભાઈ ના થેલામાંથી રૂ.૧૦ હજાર રોકડા હતા તે પાકીટ કાઢી રોકડ સેરવી લીધી હતી અને પાકીટ ફરીથી થેલામાં નાખી દીધુ હતું.
હેબતાયેલા દિનેશભાઈ પ્રતિકાર કરી શક્યા ન હતા. તે પછી થાવરીયા ગામ પાસે તેઓને ઉતારી મૂકી મોટર દોડી ગઈ હતી. પોતાના ગામ પહોંચી ગયેલા દિનેશભાઈએ બે-ચાર મિત્રો સાથે વાતચીત કર્યા પછી પોલીસ ફરિયાદ કરવાનો નિર્ધાર કરી ગઈકાલે જામનગર આવી પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાવ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial