Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલ્વે ૫ોલીસ લાચારઃ હોસ્પિટલની ટીમ પણ પાછી ફરીઃ ભારે ભીડ
સમસ્તીપુર તા. ૧૧: પ્રયાગરાજ જઈ રહેલી સ્વતંત્રતા સેનાની એકસપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરીને એસી કોચના કાચ તોડી ટ્રેનમાં ઘુસી ગયા હતા.
માઘ પૂર્ણિમા સ્નાન માટે પ્રયાગરાજ જઇ રહેલા શ્રદ્ધાળુઓએ બિહારના સમસ્તીપુરમાં ૧૨૫૬૧ સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ પર પથ્થરમારો કર્યો હતો. ભીડ એટલી વધુ હતી કે શ્રદ્ધાળુ એસી કોચના કાચ તોડીને અંદર ઘૂસ્યા. આ ઘટના મધુબનીથી દરભંગા વચ્ચે શરૂ બની હતી. ક્રોધે ભરાયેલા શ્રદ્ધાળુઓએ ટ્રેનના એમ-૧થી લઇને બી-૫ કોચ પર હુમલો કરી કાચ તોડ્યા એટલે કે ૬ કોચના કાચ તોડ્યા હતા.
આ ઘટના પછી એસી કોચમાં બેસેલા મુસાફરો ભયભીત જોવા મળ્યા હતા. ટ્રેનમાં થયેલી તોડફોડના કારણે ઘણા મુસાફરોને ઇજા પહોંચી હતી. ઘટનાની જાણકારી મળતાં જ સમસ્તીપુર રેલવે હોસ્પિટલની મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી, પરંતુ ભારે ભીડના કારણે તેમને પરત ફરવું પડ્યું હતું.
રેલવે પોલીસ પણ શ્રદ્ધાળુઓની ભીડ સામે લાચાર જોવા મળી હતી. મહાકુંભમાં સ્નાન માટે આવનાર શ્રદ્ધાળુઓનું પૂર દરેક જગ્યાએ જોવા મળી રહૃાું છે. ગત ત્રણ દિવસમાં ફક્ત પ્રયાગરાજ શહેરમાં લાખો વાહનો પહોંચ્યા છે અને દર કલાકે લગભગ ૮ હજાર વાહન સંગમ નગરી પહોંચી રહૃાા છે.
સમસ્તીપુર સ્ટેશન પર શ્રદ્ધાળુઓ એસી કોચની બારીઓથી ચઢતાં જોવા મળ્યા હતા. પાર્સલ વાન પણ શ્રદ્ધાળુઓથી ભરાઇ ગઇ હતી. આ ઘટનાના કારણે ટ્રેન લગભગ એક કલાક મોડી ચાલી રહી છે. આ દરમિયાન સ્ટેશન પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરો પોતાની ટિકિટ પરત કરવાની વાત કરી રહૃાા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial