Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોના નાગરિકોએ સલામત સ્થળે ખસી જવા અનુરોધ

ભારે પવન સાથે વરસાદની સંભાવના વચ્ચે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩૧: આગામી દિવસોમાં સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે  પરિસ્થિતિની પૂર્વ તૈયારીઓ જિલ્લા કલેકટર રાજેશ તન્ના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

પૂર્વ તૈયારીઓ સંદર્ભે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું કે, હવામાન વિભાગની આગાહી પગલે સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી ત્રણ થી ચાર દિવસ  ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે. જિલ્લાના ગ્રામ્ય તેમજ ખાસ કરીને વાડી વિસ્તારમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવે છે જેથી અનિચ્છનીય સ્થિતિ પગલે રાહત બચાવની કામગીરી ત્વરિત હાથ ધરી શકીએ.

જિલ્લા વહીવટી તંત્ર રાહત બચાવની કામગીરી લઈને સુસજ્જ છે તેમ જણાવી વધુમાં કલેકટરે કહૃાું કે, શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા નીચાણવાળા વિસ્તારોમાંથી પણ નાગરિકોને ખસી જવા પણ અનુરોધ કરવામાં આવે છે. તેમજ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે તેમજ વરસાદની સ્થિતિમાં કોઈપણ નાગરિકને મદદની જરૂરિયાત હોય તો કંટ્રોલ રૂમ  સંપર્ક કરવો તેમજ ખોટી અફવાઓથી દૂર રહી સાચી માહિતી પર જ વિશ્વાસ કરવા નાગરિકોને ખાસ અનુરોધ કરવામાં આવે છે. સંભવિત પરિસ્થિતિ પગલે નાગરિકો સાથે આપણા પશુધનને પણ સલામત સ્થળે ખસેડવા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની સૂચનાઓ પાલન કરવા અપીલ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh