Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેકટરની સૂચનાથી શિક્ષણાધિકારીએ કરેલા પરિપત્ર છતાં શાસનાધિકારીનો ભિન્ન આદેશ !
જામનગર તા. ૩૧: રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરિણામે જામનગરમાં બે દિવસ શાળામાં શિક્ષણકાર્ય બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ આજથી માત્ર એક જ દિવસની રજાનો પરિપત્ર કર્યો છે. ત્યારે સવાલ એવો પણ થાય છે કે શું શાસનાધિકારી કલેકટરથી પણ મોટો હોદ્દો ધરાવે છે !
હવામાન વિભાગ દ્વારા જામનગર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતિને ધ્યાને રાખીને તા. ૩૧ જુલાઈ અને ૧લી ઓગષ્ટ એટલે કે શુક્રવાર અને શનિવારના જામનગરની તમામ શાળામાં રજા રાખવાનો જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિધિવત પરિપત્રથી આદેશ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર સાથેની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ તા. ૩૧ જુલાઈના શાળામાં રજા રાખવાનો પરિપત્ર કર્યો છે. એટલે કે માત્ર એક દિવસ માટેનો, જયારે વહીવટી તંત્ર દ્વારા બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. હકીકતે ભારે વરસાદની શક્યતા તો શનિવારની છે તો શું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો માટેે રજા રાખવાની નથી ? અહીં સવાલ એવો છે કે હોદ્દામાં મોટું કોણ ? શાસનાધિકારીના આ પરિપત્રની શિક્ષકોમાં પણ ચણભણાટ શરૂ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial