Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના નાયબ મામલતદારને લાંચના ગુન્હામાં ચાર વર્ષની સખત કેદની કરાઈ સજા

વર્ષ ૨૦૧૪માં લીધી હતી રૂ।.૩ લાખ ૬૦ હજારની લાંચઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૩૧: જામનગરની કલેક્ટર કચેરીની જમીન શાખામાં નાયબ મામલતદારની ફરજ બજાવતા એક અધિકારીએ વર્ષ ૨૦૧૪ના જાન્યુઆરી મહિનામાં રૂ।.૧ લાખ ૬૦ હજારની લાંચની રકમ સ્વીકારતા તેની ધરપકડ કરી હતી. કુલ રૂ।.૩ લાખ ૬૦ હજારની લાંચના કેસમાં આ અધિકારીને ચાર વર્ષની કેદની સજા અને રૂ।.૧૫ હ જારનો દંડ ફટકારાયો છે.

જામનગરની કલેક્ટર કચેરીમાં જમીન શાખામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મનોજભાઈ બળવંતભાઈ ઠાકર નામના અધિકારી પાસે નવાગામ ઘેડમાં આવેલી પાંચ વીઘા જેટલી એક જમીન બિનખેતી કરાવવા માટે અરજી કરવામાં આવી હતી.

તે અરજી અન્વયે મળવા ગયેલા અરજદાર પાસે મનોજભાઈ ઠાકરે બિનખેતી કરી આપવાના મહેનતાણા બદલ ૪૦ હજાર ફૂટ આ જગ્યા માટે રૂ।.૪ લાખની લાંચની માગણી કરી હતી. બંને વચ્ચે રકઝક થયા પછી રૂ।.૩ લાખ ૬૦ હજાર આપવાનું નક્કી થયું હતું અને રૂ।.ર લાખ તા.૧૩-૧-૧૪ના દિને મનોજભાઈને આપી દેવામાં આવ્યા હતા.

બાકીના રૂ।.૧ લાખ ૬૦ હજાર માટે તા.૧૮ નક્કી કરવામાં આવી હતી. તે દરમિયાન અરજદારે એસીબી કચેરીમાં ફરિયાદ નોંેંધાવતા કલેકટર કચેરી પાસે છટકુ ગોઠવાયું હતું. જેમાં મનોજ ઠાકર રકમ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા. તેની ધરપકડ કરી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી ચાર્જશીટ કરાયું હતું.

ઉપરોક્ત કેસ જામનગરની ખાસ એસીબી અદાલતમાં ચાલવા પર આવતા અદાલતે સરકારી વકીલ હેમેન્દ્ર મહેતાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી નાયબ મામલતદાર મનોજભાઈ બળવંતભાઈ ઠાકરને તક્સીરવાન ઠરાવી ચાર વર્ષની સખત કેદ તથા રૂ।.૧૫ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક વર્ષની કેદની સજા આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh