Advertisement
Author: નોબત સમાચાર

સુરજકરાડીના આસામીને ચઢત ભરણપોષણમાં ૯૯૧ દિવસની સજા

રૂ।.૩ લાખ ૪૭ હજાર ચૂકવવાના બાકીઃ

                                                                                                                                                                                                      

મીઠાપુર તા. ૩૧: દ્વારકા તાલુકાના સુરજકરાડીના એક આસામીને તેની પુત્રીના ચૂકવવાના થતાં ભરણ પોષણની વસૂલાત માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અદાલતે આ આસામીને ૯૯૧ દિવસની કેદ ફટકારી છે.

દેવભૂમિ દ્વારકાના મીઠાપુર નજીક સુરજકરાડીમાં રહેતા હીરેનભાઈ પ્રકાશભાઈ કાનાણી સામે તેઓની સગીર પુત્રીના ભરણપોષણ પેટે ચૂકવવાના થતાં રૂ।.૩ લાખ ૪૭ હજારની વસૂલાત માટે ફેમિલી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

તે અરજી અન્વયે સુનાવણી પછી અદાલતે હીરેનભાઈ કાનાણીને ૯૯૧ દિવસની જેલની સજા ફટકારી છે. આરોપીની અટકાયત કરી તેને જામનગરની જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. અરજદારણ તરફથી વકીલ મીઠાપુરના અશોક પટેલ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh