Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા ઈમરજન્સી નંબરો જાહેર

ભારે વરસાદની સંભાવનાના પગલે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩૧: હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સહિત તા.૩૧ જુલાઈથી તા.૦૨ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે નાગરિકોને મદદરૂપ થવા માટે તેમજ રાહત બચાવની કામગીરી માટે જિલ્લામાં કાર્યરત ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા ઇમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે.

જિલ્લાના કોઈપણ તાલુકામાં કોઈ જાનહાનિ કે નુકસાન થાય તો જિલ્લા કંટ્રોલરૂમ ટેલિફોન નં. (૦૨૮૩૩) ૨૩૨૧૨૫/ ૨૩૨૦૮૪, ટોલ ફ્રી નં. ૧૦૭૭, મો.નં. ૭૮૫૯૯ ૨૩૮૪૪, ખંભાળિયા તાલુકામાં ૦૨૮૩૩-૨૩૪૧૧૩ મો.નં. ૮૪૦૧૦ ૧૧૨૧૧, ભાણવડ તાલુકામાં ૦૨૮૯૬- ૨૩૨૧૧૩, મો. નં. ૮૧૪૧૧ ૮૪૧૨૦, દ્વારકા તાલુકામાં ૦૨૮૯૨-૨૩૪૫૪૧, મો.નં. ૭૯૯૦૬ ૪૩૮૧૫, કલ્યાણપુર તાલુકામાં ૦૨૮૯૧- ૨૮૬૨૨૭ મો. નં. ૯૯૭૮૮ ૧૧૩૫૮, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ૦૨૮૩૩-૨૩૪૭૩૧ મો. નં. ૯૫૧૨૮ ૧૯૯૯૮ ઉપર જાણ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh