Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમીનથી ચાર હજાર ફુટ ઉંડાઈએ રાહત બચાવ કામગીરી
ઈસ્લામાબાદ તા. ૩૧: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ક્વેટા નજીક સુરાંજ વિસ્તારની કોલસાની ખાણમાં ભીષણ વિસ્ફોટ થયો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૩૨ શ્રમિકોના મોત થયા છે, ૧૦ મજુરો હજુ ૫ણ ગૂમ છે. ૪,૦૦૦ ફૂટની ઊંડાઈએ બચાવ કામગીરી ચાલી રહી છે, પરંતુ ઝેરી ગેસ અને ઊંડાઈના કારણે મુશ્કેલીઓ પડી રહી છે. સરકારે મૃતકોના પરિવારને ૫ લાખ પાકિસ્તાની રૂપિયા વળતર અને તપાસની જાહેરાત કરી છે.
પાકિસ્તાનના બલૂચિસ્તાનના ક્વેટા પાસે આવેલી સુરાંજ વિસ્તારની આ કોલસાની ખાણમાં ભીષણ વિસ્ફોટ થતાં ખાણનો મોટો ભાગ ધસી પડ્યો હતો. દસ શ્રમિકો હજુ પણ જમીનની નીચે મલબામાં ફસાયેલા અને લાપતા છે.
બલૂચિસ્તાનના ખાણ અને ખનીજ વિકાસ મંત્રી શોએબ નોશેરવાણીએ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર વિસ્ફોટમાં જીવ ગુમાવનારા દરેક મજૂરના પરિવારને ૫ લાખ પાકિસ્તાની રૂપિયાનું વળતર આપશે. અધિકારીઓ ઘટનાના કારણોની સંપૂર્ણ તપાસ કરશે અને ખાણ સુરક્ષાના નિયમોની સમીક્ષા કરશે.
ચીફ ઈન્સ્પેક્ટર ઓફ માઈન્સ મોહમ્મદ આતિફે જણાવ્યું કે બચાવ કામગીરી જમીનથી લગભગ ૪,૦૦૦ ફૂટ (૧,૨૧૯ મીટર) ની ઊંડાઈએ ચલાવવામાં આવી રહી છે. જમીનમાં વધુ ઊંડાઈ અને ઝેરી ગેસના ખતરાને કારણે રેસ્ક્યૂ ટીમોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહૃાો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial