Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૧: જામનગરના દરેડમાં રહેતા એક યુવાનની છવ્વીસ મહિના પહેલા તેના પત્ની, પત્નીના પ્રેમી અને તેના મિત્રએ દારૂમાં સાઈનાઈડ ભેળવી હત્યા કરી નાખ્યા પછી મૃતદેહને જમીનમાં બારેક ફૂટ ઊંડો ખાડો ખોદી દફનાવી દેવાયો હતો. આ ગુન્હા પરથી પરડો ઊંચકાયા પછી પોલીસે ખાડો ખોદાવી તેમાંથી નરકંકાળના અવશેષો મેળવી ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે અને ત્રણે આરોપીને ચાર દિનના રિમાન્ડ પર મેળવ્યા છે, જે ઝેરથી યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું તે ઝેર આરોપીનો મિત્ર લાવ્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે.
જામનગર નજીકના દરેડમાં રહેતા જીગ્નેશભાઈ ધરમશીભાઈ માવદિયા નામના યુવાનને તેની સાથે પ્રેમલગ્નથી જોડનાર પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિબેન માવદિયાએ વર્ષ ર૦ર૪ ના મે મહિનામાં પોતાના પ્રેમી નિલેશ મનસુખભાઈ કછટિયા અને તેના મિત્ર બલવીર દેવીરામ વર્માની મદદથી દારૂમાં કાતિલ સાઈનાઈડ ઝેર ભેળવી પીવડાવી દીધા પછી મૃત્યુ પામેલા જીગ્નેશભાઈના મૃતદેહને દરેડ નજીકના શિવમ્ પાર્ક પાસે એક કારખાનામાં બારેક ફૂટ ઊંડો ખાડો ખોદી દફનાવી દીધાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી.
મૃતક જીગ્નેશભાઈના ભાઈ અશોકભાઈ માવદિયાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. શરૂઆતમાં જીગ્નેશભાઈ નોકરી માટે ઓસ્ટ્રેલિયા ગયા હોવાનું રટણ કરતી ભૂમિબેનની પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં ઉપરોક્ત ભેદ ખૂલતા પોલીસે તે સ્થળે કરાવેલા ખોદકામમાં જીગ્નેશભાઈના મનાતા કંકાળના અવશેષો મળી આવ્યા હતાં તેને પરીક્ષણ માટે ફોરેન્સિક લેબ.માં મોકલી આપવામાં આવ્યા હતાં. પોલીસે મૃતકના પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિબેન, તેના પ્રેમી નિલેશ મનસુખભાઈ અને તેના મિત્ર બલવીરની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત ત્રણે આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે ગઈકાલે પંચકોશી 'બી' ડિવિઝન પોલીસે અદાલતમાં રજૂ કરતા ત્રણે આરોપીને ચાર દિવસના રિમાન્ડ પર લેવાનો હુકમ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial