Advertisement
Author: નોબત સમાચાર

સોડસલામાં ખેતરમાં જુગારની મહેફિલ પર દરોડામાં આઠ પત્તાપ્રેમી પકડાઈ ગયા

નંદાણામાં દરોડામાં છ શખ્સ ઝડપાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: સલાયા નજીક સોડસલામાં એક ખેતર સ્થિત ઓરડીમાં જુગાર રમતા આઠ શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. જ્યારે નંદાણામાંથી બે દરોડામાં છ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા છે. બરડીયા પાસેથી બે શખ્સ ચલણી નોટના નંબર પર એકીબેકી બોલતા ઝડપાયા છે.

સલાયા પાસેના સોડસલા ગામની મચ્છુધાર સીમમાં એક શખ્સના ખેતર સ્થિત ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી બુધવારની રાત્રે સલાયા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઈ જે.એમ. ચાવડાના વડપણ હેઠળ દરોડો પાડયો હતો.

ત્યાં આવેલા શુભરાજ સિંહ શિવુભા ઝાલાના ખેતરમાં ચકાસણી કરાતા ત્યાં ઓરડીમાં નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતા અરજણભાઈ બોઘાભાઈ ગઢવી, રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, જય ભીખુભાઈ ચાઉં, હુસેન રઝાકભાઈ સુંભણીયા, યાસીન દાઉદભાઈ ધાવડા, અલ્તાફ કાસમભાઈ ધાવડા, જુનુસ તાલબભાઈ ગજણ નામના સાત શખસ મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૨૨,૮૩૦ રોકડા, છ મોબાઈલ, ચાર મોટરસાયકલ મળી કુલ રૂ।.૧,૪૫,૮૩૬નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

કલ્યાણપુરના નંદાણા ગામમાંથી રૃંધાભાઈ રણમલ ચાવડા, રાણાભાઈ ગોવિંદ મકવાણા, ઈશ્વરભાઈ લાલદાસ ગોંડલીયા નામના ત્રણ શખ્સ તીનપત્તી રમતા રૂ।.૪૦૬૦ રોકડા સાથે ઝડપાઈ ગયા છે.

નંદાણા ગામમાં બીજા દરોડામાં બાબુભાઈ દેવાણંદ આંબલીયા, નયનદાસ કીર્તિદાસ ગોંડલીયા, કેશુરભાઈ પીઠાભાઈ માડમ નામના ત્રણ વ્યક્તિ રૂ।. ૪૦૮૦ સાથે મળી આવ્યા છે.

દ્વારકા નજીક બરડીયા ગામના પુલ પાસે હાસમ હબીબ માંગરીયા, શબ્બીર ખમીશા શેખ નામના બે શખ્સ એકીબેકી બોલી જુગાર રમતા ઝડપાઈ ગયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh