Advertisement
Author: નોબત સમાચાર

જયાપાર્વતી વ્રત અને જાગરણ નિમિત્તે રાત્રે તળાવની પાળ-પાર્ક ખુલ્લો રહેશે

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: આજે જયાપાર્વતી વ્રત અને જાગરણ નિમિત્તે એમ્યુઝમેન્ટ પાર્ક, જામ રણજીતસિંહ પાર્ક તેમજ રણમલ તળાવ ખુલ્લા રાખવામાં આવશે. જેની સર્વે શહેરીજનોએ લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા જણાવાયુ છે.

તા. ૩૧-૭-૨૬ના જયાપાર્વતી વ્રત અને જાગરણ નિમિત્તે રણમલ તળાવ, સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ જામ રણજીતસિંહ પાર્ક દિવસે તેના નિયત સમય મુજબ તેમજ સમગ્ર રાત્રિ દરમ્યાન ખુલ્લા રાખવામાં આવશે. તમામ પબ્લિક પ્રોપર્ટીમાં સ્વચ્છતા જાળવવા અને કોઈપણ જાતની નુકસાની ન થાય તેની કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.

હાલની વરસાદની તથા ભારે પવનની આગાહીના અનુસંધાને વરસાદ કે ભારે પવનની પરિસ્થિતિ જણાશે તો સલામતિના ભાગરૂપે તથા કોઈ અકસ્માત ન થાય તે હેતુસર રણમલ તળાવ તથા પાર્કો બંધ કરવામાં આવશે જેની સર્વે શહેરીજનોએ નોંધ લેવા તથા સહકાર આપવા સિટી એન્જિનિયર જામનગર મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh