Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આડખીલીરૂપ બાળકીને પતાવી દેવાઈ હતીઃ
જામનગર તા. ૩૧: જામનગરમાં ગાંધીનગર મેઈન રોડ પર રહેતા એક શખ્સે પોતાની સાથે પ્રેમસંબંધમાં રહેલા મહિલાની પાંચ વર્ષની પુત્રીની અઢી વર્ષ પહેલાં ચમચા, વેલણથી માર મારી હત્યા કર્યાનો ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતા અદાલતે આરોપી શખ્સને આજીવન કેદની સજા ફટકારી છે.
જામનગરના ગાંધીનગર મેઈન રોડ પર વસવાટ કરતા વિરેન જાનકીદાસ રામાવત નામના શખ્સને સરવરીબેન રવિભાઈ પાનસુરીયા નામના પરિણીતા સાથે પ્રેમસંબંધ બંધાયા પછી આ મહિલાના છૂટાછેડા થઈ ગયા હતા અને તે પછી સરવરીબેન સાથે તેની પાંચ વર્ષની પુત્રી સાથે રહેતી હતી.
તે પછી સરવરીબેનના ઘેર આવતા જતા રહેતા વિરેને તેણીની પુત્રીને રાખવાની ના પાડી હતી. તેમ છતાં આ મહિલા પુત્રીને સાથે રાખતા હતા. તે દરમિયાન ગઈ તા.૨૨-૧૧-૨૩ના દિને બપોરે આવેલા વિરેને આ બાળકીને તું મરતી નથી અને અમારો રસ્તો સાફ કરતી નથી તેમ કહી વેલણ, ચમચાથી માર મારવા ઉપરાંત બચકા ભરી લીધા હતા. ઘવાયેલી આ બાળકીને ખાનગી તથા તે પછી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સરવરીબેને પોતાની પુત્રી દાદરા પરથી પડી ગઈ હોવાની વાત જણાવી હતી. ત્રણ દિવસ પછી આ બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું અને હકીકત જણાઈ આવતા વિરેન જાનકીદાસ રામાવત સામે હત્યાનો ગુન્હો નોંધાયો હતો.
ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલી જતા અદાલત સમક્ષ આડોશી પાડોશીઓના નિવેદન રજૂ કરાયા હતા. તે ઉપરાંત ફરિયાદી મહિલા તથા આરોપી વિરેન વચ્ચેના કોલ્સની ડીટેઈલ વગેરે રજૂ કરાયા હતા. તેને લક્ષમાં લઈ અદાલતે બાળકીને માર મારી મોતને ઘાટ ઉતારી દેનાર વિરેન રામાવતને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂ।.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial