Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભોગ બનનારનું રૂ।.૪ લાખનું ચૂકવાશે વળતરઃ
જામનગર તા. ૩૧: લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામના એક પરિણીત શખ્સે સત્તર વર્ષ અને અગિયાર મહિનાની તરૂણીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યાે છે.
લાલ૫ુર તાલુકાના નાની રાફુદળ ગામમાં વસવાટ કરતા મહેન્દ્ર વિઠ્ઠલભાઈ સોનગરા (ઉ.વ.૩૦) નામના પરિણીત શખ્સે એક ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતી સત્તર વર્ષ અને અગિયાર મહિનાની વયની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી.
આ સગીરાને પોતાનો નંબર આપી અવારનવાર વાત ચીત કરતા મહેન્દ્રએ લગ્નની લાલચ આપી મળવા માટે બોલાવ્યા પછી તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને કોઈને વાત કરીશ તો તારા ભાઈને મારી નાખીશ તેવી ધમકી આપ્યા પછી ત્રણેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. તેના ભયથી આ સગીરા બીજે રહેવા ચાલી ગઈ હતી. તે દરમિયાન મહેન્દ્રએ તેણીના ઘરના ફોનમાં કોલ કરતા સગીરાના વાલીને શક પડ્યો હતો અને સગીરાને પૂછપરછ કરાતા તેણીએ વાત કરી હતી.
આ બાબતની ગયા વર્ષે લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. બીએનએસ તથા પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા સરકાર પક્ષે કરેલી દલીલો તેમજ રજૂ કરાયેલા છ સાક્ષીની જુબાની અને ૬૨ દસ્તાવેજી પુરાવાને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી મહેન્દ્ર વિઠ્ઠલભાઈ સોનગરાને તકસીરવાન ઠરાવી પોક્સો એક્ટની કલમ ૪ના ગુન્હામાં દસ વર્ષની સખત કેદ અને રૂ।.૧૦ હજારનો દંડ તેમજ કલમ ૬ના ગુન્હામાં ૨૦ વર્ષની સખત કેદ અને રૂ।.૫ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ બે વર્ષની કેદની સજા આપવામાં આવી છે. ભોગ બનનારને કમ્પેઈન્સેશનમાંથી રૂ।.૪ લાખ વળતર પેટે ચૂકવવા આદેશ કરાયો છે. સરકાર તરફથી પીપી ભારતીબેન વાદી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial