Advertisement
Author: નોબત સમાચાર

દારૂબંધી ભંગના ત્રણ ગુન્હામાં સંડોવાયેલા નગરના શખ્સ સામે ઉગામાયું પાસાનું શસ્ત્ર

એલસીબીએ વડોદરા જેલમાં ધકેલી દીધોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગરના રણજીતસાગર રોડ પર રહેતા એક શખ્સ સામે દારૂબંધી ભંગના ત્રણ ગુન્હા નોંધાયા પછી આ શખ્સ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરાઈ હતી. તેને મંજૂર કરવામાં આવતા એલસીબીએ આરોપીને અટકાયતમાં લઈ વડોદરા જેલમાં ધકેલ્યો છે.

જામનગર શહેર અને જિલ્લામાં દારૂબંધી ભંગના ગુન્હા આચરતા શખ્સોને પાસા હેઠળ જેલમાં મોકલી આપવા અપાયેલી સૂચનાના પગલે એલસીબી ટીમ દ્વારા આવા શખ્સોની ક્રાઈમ કુંડળી તપાસવામાં આવી રહી છે.

તે દરમિયાન શહેરના રણજીતસાગર રોડ પર પંચવટી સોસાયટીની શેરી નં.રમાં રહેતા દીપક જમનાદાસ જેઠવાણી નામના શખ્સ સામે દારૂબંધી ભંગના ત્રણ ગુન્હા નોંધાયેલા હોવાનું જણાઈ આવતા આ શખ્સ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરાઈ હતી.

જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ થયેલી આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવતા ગઈકાલે દીપક જમનાદાસની અટકાયત કરી તેને પાસા હેઠળ વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh