Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ડિયા એનર્જી વીકમાં ઉદ્બોધન
નવી દિલ્હી તા. ૧૧: ઈન્ડિયા એનર્જી વીકને સાંકળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે તે ભારત વર્ષ-૨૦૩૦ પહેલા જ તમામ લક્ષ્યાંકો હાંસલ કરી લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા એનર્જી વીક ૨૦૨૫ કાર્યક્રમને વર્ચ્ચુલી સંબોધિત કરતાં કહૃાું કે, 'ભારત દરેક સેક્ટરમાં ઝડપથી વિકસી રહૃાો છે. આગામી બે દાયકા ભારત માટે મહત્ત્વના છે. છેલ્લા ૧૦ વર્ષમાં ભારતનો જે ગ્રોથ જોવા મળ્યો છે, તેને ધ્યાનમાં રાખતાં વિશ્વાસ છે કે, આપણે એનર્જી સેક્ટરમાં ગ્રોથ માટે મૂકેલા લક્ષ્યાંક પહેલાં જ હાંસલ કરી લઈશું.
વિશ્વના દરેક એક્સપર્ટ કહી રહૃાા છે કે, ૨૧મી સદી ભારતની સદી છે. ભારત પોતાનો જ નહીં, પણ વિશ્વના ગ્રોથને પણ વેગ આપી રહૃાો છે. જેમાં આપણા એનર્જી સેક્ટરની ભૂમિકા મહત્ત્વની રહી છે. ભારતની એનર્જી મહત્ત્વાકાંક્ષાઓ પાંચ પિલર પર નિર્ભર છે. પ્રથમ આપણી પાસે રિસોર્સ છે, જે આપણને વેગ આપે છે. બીજું આપણે બ્રિલિયન્ટ માઈન્ડને ઈનોવેશન માટે પ્રોત્સાહન આપી રહૃાા છીએ. ત્રીજું આપણી પાસે આર્થિક અને રાજકીય સ્થિરતા છે, અને ચોથું ભારત પાસે જિઓ-ગ્રાફિક સ્થિતિ છે. જે એનર્જી ટ્રેડને વધુ આકર્ષક અને સરળ બનાવે છે. પાંચમું ભારત ગ્લોબલ સસ્ટેને-બિલિટી માટે પ્રતિબદ્ધ છે. જેનાથી ભારતના એનર્જી સેક્ટરમાં નવી સંભાવનાઓ તૈયાર થઈ રહી છે.'
વડાપ્રધાન મોદીએ કહૃાું કે વિકસિત ભારત માટે આગામી બે દાયકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આગામી પાંચ વર્ષમાં અનેક માઈલસ્ટોન પાર કરવાના છે. જેમાં એનર્જી સેક્ટરના ઘણા લક્ષ્યાંકો ૨૦૩૦ની સમયમર્યાદા સાથે સંરેખિત છે. ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગા વોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા ઉમેરવા માગે છે. ભારતે ૨૦૩૦ સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનો લક્ષ્ય મૂક્યું છે. વધુમાં ૨૦૩૦ સુધીમાં ૫૦ લાખ મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો ટાર્ગેટ છે. ભારતે છેલ્લા ૧૦ વર્ષમાં જે હાંસલ કર્યું છે તેનાથી અમને વિશ્વાસ અપાવ્યો છે કે અમે આ લક્ષ્યોને સમય મર્યાદા પહેલાં હાંસલ કરી લઈશું.
છેલ્લા ૧૦ વર્ષમાં ભારત ૧૦થી પાંચમી અર્થવ્યવસ્થા બન્યું છે. ૧૦ વર્ષમાં આપણી સોલાર એનર્જી ઉત્પાદન ક્ષમતા ૩૨ ગણી વધારી છે. આજે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો સોલાર એનર્જી ઉત્પન્ન કરનારો દેશ છે. આપણી નોન-ફોસિલ ક્ષમતા ત્રણ ગણી વધી છે. પેરિસ સમજૂતી કરારને પૂર્ણ કરનાર જી-૨૦ દેશોમાં ભારત પહેલો દેશ છે. આજે ભારત ૯૦ ટકા ઇથેનોલનું મિશ્રણ કરી રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial