Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ૭૬માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમારે રાજકોટના રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી હતી. રેલવે પ્રોટેકશન ફોર્સ દ્વારા શાનદાર પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડિવિઝનલ રેલવે મેનેજરને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અશ્વની કુમારે તમામ રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોને ગણતંત્ર દિનની શુભેચ્છા પાઠવી હતી અને વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાનો સંદેશ વાંચી સંભળાવ્યો હતો તથા વર્ષ દરમિયાન રાજકોટ ડિવિઝનની અત્યાર સુધીની સિદ્ધિઓની પણ વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગવાયેલા દેશભકિતના ગીતો અને નૃત્યોએ સૌના હૃદયમાં રાષ્ટ્રીય એકતાની લાગણી ભરી દીધી હતી. આરપીએફ ડોગ સ્કવોડ દ્વારા કરવામાં આવેલ પ્રેઝન્ટેશન પણ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ શુભ અવસરે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા રાજકોટ ડિવિઝનના પ્રમુખ રંજના કુમાર અને તેમની ટીમ, રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર (એડીઆરએમ) કૌશલ કુમાર ચૌબે, ડિવિઝનલ સિકયુરિટી કમિશનર કમલેશ્વરસિંહ, રેલ્વેના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ તેમના પરિવારો સાથે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial